શોધખોળ કરો

Health Tips: સવારે ખાલી પેટે ચા પીવો છો? તો સાવધાન થશે શરીરને આ નુકસાન

મોટાભાગના લોકોનો દિવસ સવારે ગરમ- ગરમ ચા પીવાથી શરૂ થાય છે પરંતુ સવારે ખાલી પેટ ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જાણો ખાલી પેટ ચા પીવાથી શું થાય છે આડઅસર.

Tea Side Effects: મોટાભાગના લોકોનો દિવસ સવારે ગરમ- ગરમ ચા પીવાથી શરૂ થાય છે  પરંતુ સવારે ખાલી પેટ ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જાણો ખાલી પેટ ચા પીવાથી શું થાય છે આડઅસર.

જો દિવસની શરૂઆત ગરમ ચાના કપથી થાય છે, તો આનાથી સારું બીજું કંઈ નથી. ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે હોય છે. જાગતાંની સાથે જ ચા ન મળે તો મૂડ ખરાબ થઇ જાય છે. મોટાભાગના લોકો બેડ ટીના શોખીન હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટ ચા પીવાથી  સ્વાસ્થ્યને કેટલું નુકસાનકારક છે. ચા જેટલી સ્ટ્રોન્ગ તેટલી વધુ નુકસાન કરે છે.  કડક ચામાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે તમને ખાલી પેટે નુકસાન પહોંચાડે છે. જો તમે પણ સવારે ખાલી પેટ ચા પીવાના શોખીન છો તો જાણી લો આ આદત કેટલી નુકસાનકારક છે.

એસિડિટી વધારે છે

 ખાલી પેટ ચા પીવાનો સૌથી મોટું નુકસાન એ છે કે, ચા પીધા પછી એસિડિટીની સમસ્યા વધી જાય છે. વહેલી સવારે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી થાય છે અને શરીરમાં હાજર પાચન રસને અસર કરે છે.

 પાચનતંત્ર નબળું પાડે છે

રોજ ખાલી પેટ ચા પીવાથી ધીમે ધીમે પાચનતંત્ર નબળું પડે છે. જોકે ક્યારેક આવું કરવાથી વધારે નુકસાન થતું નથી, પરંતુ જો તમે લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

 ભૂખ ન લાગવી

રોજ ખાલી પેટ ચા પીવાથી ભૂખ પર પણ અસર પડે છે. વધારે ચા પીવાથી ભૂખ મરી જાય છે. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત ચા પીવે છે, આવા લોકોનો આહાર ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.

 પેટમાં બળતરા અને ઉલ્ટી થવી

 ઘણીવાર ખાલી પેટે ચા પીવાથી પેટમાં બળતરા કે ઉલ્ટી પણ થઇ શકે છે. ચાના કારણે થતી એસિડીટીના કારણે આવું થાય છે.  તેથી ઉનાળામાં ચા મર્યાદિત માત્રામાં પીઓ.

અનિંદ્રા અને તણાવ

 ખાલી પેટ ચા પીવાથી ઊંઘ ઓછી થાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી તણાવની સમસ્યા પણ વધી જાય છે. બીજી તરફ, ખાલી પેટ ચા પીવાથી બ્લડ શુગર લેવલ વધે છે. એટલા માટે તમારે ખાલી પેટ ચા પીવાનું ટાળવું જોઈએ.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા

Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ

ACB Trap:  વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ

Embed widget