શોધખોળ કરો

Women Health Tips: પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા આ વાત સમજી લો, ભૂલ કરશો તો પસ્તાવવું પડશે

આજકાલ મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીનું કારણ તેમની નબળી જીવનશૈલી અને આહાર માનવામાં આવે છે. પરંતુ ક્યારેક અજાણતામાં થયેલી કેટલીક ભૂલો પણ ગર્ભધારણમાં મુશ્કેલી ઊભી કરે છે.

Women Health tips:આજકાલ મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીનું કારણ તેમની નબળી જીવનશૈલી અને આહાર માનવામાં આવે છે. પરંતુ ક્યારેક અજાણતામાં થયેલી કેટલીક ભૂલો પણ ગર્ભધારણમાં મુશ્કેલી ઊભી કરે છે.

આજકાલ મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. સામાન્ય રીતે નિષ્ણાતો આનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને  આહારશૈલી  માને છે. મોડું સૂવું, એક જ જગ્યાએ કલાકો સુધી કામ કરવું,  વર્કઆઉટ ન કરવું, મોડેથી લગ્ન કરવા, સંતુલિત આહાર ન લેવો, આલ્કોહોલ અને ધૂમ્રપાન જેવા વિવિધ કારણોસર આ સમસ્યાઓ ઉદભવે છે. પરંતુ ક્યારેક કેટલીક અજાણતા ભૂલો પણ વંધ્યત્વનું કારણ બની શકે છે. જો આપ  પહેલી પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા  હો તો ત્રણ ભૂલ કરવાનું ભૂલશો નહીં. અજાણતા કરવામાં આવેલી કેટલીક ભૂલો ઘણી વખત ગર્ભ ધારણ કરવાની શક્યતા ઘટાડે છે. અહીં જાણો એવી  કઇ ત્રણ બાબતો છે. જે પ્રગ્નન્સી પ્લાન કરતી મહિલાએ ટાળવી જોઇએ.

ક્રૈશ ડાયટિંગ ફોલો ન કરો

કેટલીકવાર વધારે વજન પણ ગર્ભાવસ્થામાં સમસ્યા ઊભી કરે છે. આવી સ્થિતિમાં મહિલાઓ વજન ઘટાડવા માટે અનેક પ્રયાસો કરે છે. ક્રેશ ડાયટને પણ વજન ઘટાડવાનો સારો રસ્તો માનવામાં આવે છે. આ એક ડાયટ પ્લાન છે જે ટૂંકા સમયમાં ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આમાં, કેલરીની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે. પરંતુ જો આપ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યાં હો તો  ક્રેશ ડાયટનો આશરો ન લો. ઘણી વખત ઓછી કેલરી લેવાથી શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી, જેના કારણે તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે, જે તમારી સમસ્યાઓ વધારી શકે છે. પ્રેગ્નન્સી પ્લાન કરતી વખતે આહારનું વિશેષ ધ્યાન રાખો અને સંતુલિત આહાર લો.

ફિશને અવોઇડ કરો

ઘણા લોકો માછલી ખાવાના શોખીન હોય છે. પરંતુ જો આપ  માતા બનવાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન માછલી ખાવાનું ટાળો. કેટલીક માછલીઓમાં મર્કરીની માત્રા વધુ હોય છે, એવું માનવામાં આવે છે કે તે શરીરમાં પ્રજનન ક્ષમતાને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે અથવા વધારી શકે છે. આ સિવાય એવું કહેવાય છે કે, મર્કરી  શરીરમાં એક વર્ષ કે તેથી વધુ સમય સુધી રહી શકે છે. આવી સ્થિતિમાં, જો આપ  ગર્ભ ધારણ કરો છો, તો તે આપના  ગર્ભ, મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. તેથી,  પ્રેગ્ન્સી પ્લાન કરતી વખતે  માછલી ખાવાનું ટાળવુ જોઇએ.

હાર્ડ કોર એક્સરસાઇઝ ન કરો

એક્સરસાઇઝ શરીર માટે સારી મનાય છે. પરંતુ જો આપ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યાં છો તો હાર્ડકોર એક્સરસાઇઝ ન કરો. હાર્ડ કોર એક્સરસાઇઝ હોર્મનને પ્રભાવિત કરે છે, જેનાથી આપના હોર્મન ઇમબેલેન્સ થઇ શકે છે. હોર્મન અસંતુલ આપને કંસીવ કરવામાં વિઘ્નરૂપ બની શકે છે.

ટોપ સ્ટોરી

ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget