શોધખોળ કરો

OPINION | AQI Crisis: ભારતની પ્રદૂષણ સામેની લડાઈ અધૂરા ડેટાના કારણે કેમ નિષ્ફળ થઈ રહી છે 

આપણી પાસે પ્રદૂષણના સ્ત્રોતોની યોગ્ય  રીતે ઓળખ કરવા માટે જરૂરી ડેટાનો અભાવ છે, અને  આપણે નિશ્ચિત રુપથી પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયોને લાગુ કરતા નથી.

Justin M Bharucha :  બોમ્બે હાઈકોર્ટ વર્ષોથી વાયુ પ્રદૂષણ પર સુઓમોટો PILની સુનાવણી કરી રહી છે અને તાજેતરની સુનાવણીઓથી એ મૂળભૂત સમસ્યાઓની ખબર પડી છે જેના કારણે AQI સંકટ પેદા થયું છે - આપણી પાસે પ્રદૂષણના સ્ત્રોતોની યોગ્ય  રીતે ઓળખ કરવા માટે જરૂરી ડેટાનો અભાવ છે, અને  આપણે નિશ્ચિત રુપથી પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયોને લાગુ કરતા નથી.

ભારત સરકારે સંસદમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે ઉચ્ચ AQI અને ફેફસાના રોગો વચ્ચે સીધો સંબંધ ધરાવતો કોઈ ડેટા નથી, જેના પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. જોકે, કોઈએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે આ ડેટા એકત્રિત કરવા અને તેનું સંકલન કરવા માટે કોઈ પહેલ ચાલી રહી નથી. એ વાત સ્પષ્ટ છે કે આમાં કોઈ સંબંધ છે - કોરિલેશનલ અથવા  કારણભૂત - કારણ કે સરકારના એ જ જવાબમાં  "...વાયુ પ્રદૂષણ સંબંધિત બીમારીઓને ટાર્ગેટ કરનારી સામગ્રીના વિકાસ..."ની વાત કહેવામાં આવી છે.

આપણા દેશમાં વાયુ પ્રદૂષણના મામલામાં ડેટાની અછત સામાન્ય સમસ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં થયેલી સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે અન્ય બાબતો સિવાય એ પણ  નોંધ્યું કે લગાવવામાં આવેલા પોલ્યૂશન સેન્સર કામ નથી કરી રહ્યા. 

હાઇકોર્ટે એ વાત પર ધ્યાન દોરવું પડ્યું કે બાંધકામ સ્થળોએ પ્રદૂષણ કંટ્રોલ માર્ગદર્શિકા લાગુ કરવામાં નથી આવી અને  BMC એ  ગાઈડલાઈન લાગુ કરવા માટે જે દેખીતા પ્રયાસો કર્યા તેમની વચ્ચે કેટલું મોટુ અંતર છે. બીએમસીના સામે આવેલા પૂરાવા, એટલે કે ડેટાથી ખબર પડે છે  કે તેણે યોગ્ય રીતે કાર્ય કર્યું છે.શહેરમાં જીવન કંઈક અલગ જ દર્શાવે છે, અને પોલ્યૂશન સેન્સર  નેટવર્ક જે આપણા મેગાસિટી ( કદાચ આપણા બધા શહેરી વિસ્તારો) માં જગ્યાના હિસાબે થતા બદલાવો પર  અને વસ્તીની ડેન્સિટી પર ધ્યાન નથી આપતું, તે આપણને અને કોર્ટને શૂન્યાવકાશમાં કામ કરવા છોડી દે છે.

મોટું સંકટ, ઓછું ધ્યાન

સૌથી આશ્ચર્યજનક વાત છે કે મહામારી પછી આપણે જે સૌથી મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંકટનો સામનો કર્યો છે તેના પર આટલું ઓછું ધ્યાન આપવામાં આવે છે. જેમ મેં હંમેશા કહ્યું છે તેમ, આપણે શ્વાસ દ્વારા જોડાયેલા છીએ-  આપણે એક જ હવામાં શ્વાસ લઈએ છીએ, અને  હવે દરેક શ્વાસમાં  વધુ માત્રામાં પ્રદૂષકો હોય છે જે સ્વાસ્થ્ય માટે સ્પષ્ટપણે હાનિકારક છે. મુંબઈ અથવા દિલ્હીમાં એક દિવસ શ્વાસ લેવાને [કેટલીક મોટી સંખ્યામાં] સિગારેટ પીવા સાથે સરખાવતા છૂટાછવાયા મીડિયા અહેવાલો આપણે બધા વાંચીએ છીએ અને આપણે બધા  બેફિકર થઈ પોતાનું કામ કરીએ છીએ. 

ઓછામાં ઓછું આપણે હાલના અને આવનારા આર્થિક  નુકસાનને અવગણી રહ્યા છીએ. સાદા શબ્દોમાં કહીએ તો આરોગ્ય સંભાળનો ખર્ચ ઘણો થાય છે, અને આપણી AQI સંકટના સ્વાસ્થ્ય પર થતા  પરિણામો વિશે આપણે જાણીએ છીએ તે આ મર્યાદિત અર્થમાં પણ ચિંતાજનક છે.

ઘણા પરિબળો છે જે આપણને આ મુકામ પર લાવ્યા છે. અલગ-અલગ રેગુલેશન, મહત્વાકાંક્ષી નીતિઓ જેમાં જમીની સ્તર પર  ખૂબ જ ઓછો અને એકદમ  ઉપયોગ નથી કરવામાં આવતો અને  કોઈ પરિણામ  નથી નિકળતા,  અને આપણા સ્વચ્છ હવાના ઉદ્દેશ્યો અને આપણા વિકસતા અર્થતંત્રની જરુરીયાત વચ્ચે સંતુલત બનાવવાની એક ખૂબ જ મોટી જરૂરિયાત છે.

મારા મતે, આ બધું જ બે મુખ્ય ખામીઓના કારણે છે: ડેટાનો અભાવ અને સીધા નાણાકીય ઈન્સેન્ટિવ અને ડિસઈન્સેન્ટિવની કમી. બાકી  તમામ પરિબળો, અને આ લેખમાં ફક્ત થોડા જ જણાવવામાં આવી છે, આ મુખ્ય ખામીઓને દૂર કર્યા વિના ઉકેલ લાવી શકાય નહીં. 

ડેટા શા માટે ખૂબ જ જરુરી છે

ડેટા ખૂબ જ જરુરી છે. આપણે આપણા વિસ્તારોમાં પ્રદૂષણને સમજવાની જરુર છે અને તે ક્યાંથી આવે છે તે પણ જાણવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, મુંબઈમાં એર ક્વોલિટી સેન્સર નેટવર્કમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર સુધારો થયો છે, પરંતુ તે દરેક વોર્ડને કવર નથી કરતું, જ્યારે તેને દરેક વોર્ડના દરેક વિસ્તારને કવર કરવું જોઈએ. આપણે યોગ્ય રીતે કૈલિબ્રેટેડ, ઓછા ખર્ચે, વિસ્તારોમાં  ગીચ સેન્સર નેટવર્કનો ઉપયોગ કરીને સેન્સરની સંખ્યા વધારવા તરફ આગળ વધવાની જરૂર છે, જે હાલના જાણકારી ફ્લોમાં મદદ કરી શકે. આપણે પ્રદૂષણનું ધ્યાન રાખવા અને તેના સોર્સની જાણકારી માટે કામ કરતા  ડેટા સિસ્ટમની ખાસ જરુર છે.

સોર્સ એટ્રિબ્યુશનથી ડેટાની વધુ એક ખામી સામે આવે છે: આપણે પોતાને મેક્સિમમ સિટી અને અર્બ્સ પ્રાઈમા માનીએ છીએ, આપણે MMR એરશેડનો ભાગ છીએ અને તે સંદર્ભમાં વાયુ પ્રદૂષણને સમજવાની જરૂર છે, ખાસ કરીને દૈનિક જમીન અને દરિયાઈ પવનોને ધ્યાનમાં રાખીને, જેના વિશે આપણે  માનીએ છીએ કે વાયુ પ્રદૂષણ MMR માં એર પોલ્યૂશન  ફેલાવામાં મદદ કરે છે. શું  સાચે જ  MMR માંથી થતું પ્રદૂષણ શહેરને અસર કરે છે? રોજમર્રાનો અનુભવ અને સામાન્ય વ્યક્તિના તર્ક સૂચવે છે કે આવું થાય છે, પરંતુ આપણને ફક્ત એટલી જ ખબર છે કે આપણને ખબર નથી.

જો આપણે શ્વાસમાં લઈએ છીએ તે હવા અને તેની અસરને સમજવામાં કોઈ પ્રોગેસ કરવા માંગીએ છીએ તો આ મુદ્દાઓ પર ધ્યાન આપવું આવશ્યક છે. પારદર્શક રીતે ડેટા શેર કરવાથી જાગૃતતા વધારવા અને આપણા AQI સંકટ આરોગ્ય - અથવા આર્થિક, જો તે વધુ અસરદાર છે.  પરિણામો ઘટાડવામાં પણ મદદ મળશે. મારે એ બતાવવું પડશે કે MPCB, CSIR–NEERI, અને IIT  દ્વારા હાથ ધરવામાં આવેલા મુંબઈ માટે એર ક્વોલિટી મોનિટરિંગ, એમિશન ઈન્વેંટરી અને સોર્સ અપોર્શનમેન્ટ સ્ટડીમાં વધુ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ, સ્પષ્ટપણે આ ભલામણોને અમલમાં મૂકવા માટે બહુ ઓછું કામ કરવામાં આવ્યું છે.

(The author is a Managing Partner at Bharucha & Partners)

Disclaimer: The opinions, beliefs, and views expressed by the various authors and forum participants on this website are personal and do not reflect the opinions, beliefs, and views of ABP Network Pvt. Ltd.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget