(Source: ECI/ABP News/ABP Majha)
આર્થરાઇટિસની સમસ્યાથી પીડિત છો? આદતને રૂટીનમાં કરો સામેલ, થશે રાહત
આયુર્વેદમાં તાંબાના પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ખાસ કરીને આર્થરાઇટિસ જેવી કેટલીક બીમારીમાં આ પાણી પીવાથી જોઇન્ટસ પેઇનમાં રાહત મળે છે.
Weight Loss Tips:આયુર્વેદમાં તાંબાના પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ખાસ કરીને આર્થરાઇટિસ જેવી કેટલીક બીમારીમાં આ પાણી પીવાથી જોઇન્ટસ પેઇનમાં રાહત મળે છે.
આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી વાત, કફ, પિત્ત સંતુલિત રહે છે.પેટ અને ગળા સંબંધિત બીમારીથી પણ રક્ષણ મળે છે. રોજ ખાલી પેટે તાંબાના વાસણનું પાણી પીવાથી અનેક અદભૂત ફાયદા થાય છે.
પાચનતંત્ર મજબૂત બને છે
તાંબુ પેટ, લિવર, કિડનીને ડિટોક્સ કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીમાં એવા ગુણ છે જે પેટને નુકસાન કરતા બેકટરિયાને મારે છે. પેટ સંબંધિત રોગ અલ્સર, સ્ટમક ઇન્ફેકશનથી પણ રક્ષણ આપે છે.
આર્થરાઇટિસ અને જોઇન્ટ પેઇનથી રાહત
તાંબામાં મોજૂદ એન્ટી ફ્લેમેટરી પ્રોપર્ટીઝ દુખાવાથી રાહત આપે છે. જેના કારણે જે લોકો સાંધાના દુખાવાથી પીડિત હોય તેમને તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાનો જ આગ્રહ રાખવો જોઇએ. અર્થરાઇટિસના દર્દીઓએ પણ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાનું આગ્રહ રાખવો જોઇએ. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી તે હાડકાને વધુ મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો કરે છે.
સ્કિન માટે કારગર
તાબામાં મોજૂદ એક્સિઓક્સિડન્ટ ચહેરાની ફાઇન્સ લાઇન્સને દૂર કરે છે. આ સાથે જ ફાઇન લાઇન્સને વધારતાં ફ્રી રેડિકલ્સને બચાવીને સ્કિન પર એક સુરક્ષાનું લેયર બનાવે છે. જેના કારણે આપ લાંબા સમય સુધી યંગ દેખાવ છો.
વજન ઓછું કરવામાં કારગર
જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો તાંબા વાસણમાં પાણી રાખીને પીવાનો આગ્રહ રાખો. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે જેના કારણે બેડ ફેટ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ પાણી સ્મરણ શક્તિને મજબૂત કરીને મગજની ક્ષમતા પણ વધારે છે.
આ રીતે કરો સેવન
આયુર્વૈદ જ નહી પરંતુ વિજ્ઞાન પણ તાંબાના વાસલમાં ભરેલા પાણી પીવાની સલાહ આપે છે. તેનાથી અદભૂત લાભ થાય છે. આ પાણીનો સંપૂર્ણ લાભ ત્યાર જ મળે છે જ્યારે ઓછામાં ઓછું 8 કલાક સુધી પાણી તાંબાના વાસણમાં રાખેલું હોય. રાત્રે તાંબાના વાસણમાં ભરેલા પાણીને સવારે ખાલી પેટે પીવાથી અનેક ફાયદા થાય છે.
Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )