દેશી સ્નેક્સ મખાના ખાવાના છે અનેક ફાયદા, જાણીને તમે પણ ચોંકી જશો
દેશી સ્નેક્સ મખાના ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. છેલ્લા કેટલાક સમયથી મખાના એટલે કે ફોક્સનટ્સની ડિમાન્ડ વધી ગઇ છે.
Makhana for good health : દેશી સ્નેક્સ મખાના ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. છેલ્લા કેટલાક સમયથી મખાના એટલે કે ફોક્સનટ્સની ડિમાન્ડ વધી ગઇ છે. પહેલા સામાન્ય રીતે લોકો વ્રતમાં કે ફરાળમાં મખાના ખાતા હતા. મખાનાની વધતી માંગનું કારણ છે કે તે ખૂબ પૌષ્ટિક હોય છે. મખાનામાં કેટલાક ગુણકારી તત્વ રહેલા છે. જે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મખાનાની ખીર દરેક લોકોને ખૂબ પસંદ ગોય છે. મખાનાનો ઉપયોગ શાક બનાવવામાં પણ કરવામાં આવે છે.
મખાનામાં ખૂબ જ ઓછી કેલરી રહેલી છે. જેના કારણથી જે લોકો વજન ઘટાડવા માંગે છે તો ઇવનિંગ સ્નેક્સમાં તમે મખાના સામેલ કરી શકો છો. 50 ગ્રામ શેકેલા મખાનામાં આશરે 180 કેલેરી હોય છે. મખાનામાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન રહેલા છે. જેમા કેંપફિરોલ નામના ફ્લેવોનોઇડ પણ હોય છે. આ ફ્લેવેનોઇડમાં એન્ટી એજિંગ ગુણ રહેલા છે. તેમા મેગ્નેશ્યિમ પણ હોય છે જે હેલ્ધી હૃદય માટે જરૂરૂ હોય છે. તે સિવાય તે લોહીમાં રહેલા કેલ્શ્યિમ, પોટેશિયમ અને સોડિયમના લેવલને નિયંત્રીત કરે છે. મખાનામાં આર્યન પણ હોય છે જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા અને ઓક્સિજનના પ્રવાહ માટે જરૂરી છે.
મખાનાને તમે અનેક રીતે સેવન કરી શકો છો. તે સિવાય તમે તેને શેકીને પણ ટ્રાય કરી શકો છો. પરંતુ ઘીમાં શેકેલા મખાના સ્વાદિષ્ટ લાગે છે. તેમા શેકેલા મખાના વધારે ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે. તમે ઇચ્છો તો મખાનામાં મીઠું અને કાળામરી પાઉડર ઉમેરીને તેનો સ્વાદ વધારી શકો છો. જો તમને ગળ્યું પસંદ હોય તો તમે રાત્રે દૂધમાં મખાના, ખાંડ અને બદામ ઉમેરીને પણ ખાઇ શકો છો.
મખાના કોઇ સ્વાદ હોતો નથી. તેથી તેમાં મીઠું ભેળવીને ખાઇ શકાય છે. મખાણાને ધીમા તાપે ઘીમાં શેકીને મીઠું ભેળવી ખાવા. આ ઉપરાંત તેની ખીર પણ બનાવામાં આવે છે. આ ઉપરાંત મખાનાનું નિયમિત સેવન કરવાથી શરીરની કમજોરી દૂર થાય છે તેમજ સ્વસ્થ રહેવાય છે. મખાનામાં સમાયેલ પ્રોટીનના કારણે સ્નાયુ મજબૂત બને છે. મખાનામાં ખૂબ જ ઓછી કેલરી રહેલી છે. જેના કારણથી જે લોકો વજન ઘટાડવા માંગે છે તો ઇવનિંગ સ્નેક્સમાં તમે મખાના સામેલ કરી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )