શોધખોળ કરો

શરીરમાં આ બદલાવ જોવા મળે તો સમજો થઈ ગયું છે કેન્સર, આ રીતે જાતે જ કરી શકો છો ચેક  

કેન્સર એક ખતરનાક અને જીવલેણ રોગ છે. આ રોગ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કેન્સરનો ભોગ બને છે.

Cancer Symptoms in Body :  કેન્સર એક ખતરનાક અને જીવલેણ રોગ છે. આ રોગ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કેન્સરનો ભોગ બને છે, જેમાંથી મોટાભાગના લોકો મૃત્યુ પામે છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર, ભારતમાં 2022માં તમામ પ્રકારના કેન્સરના કેસોની સંખ્યા 1.46 મિલિયન હતી, જે 2025માં વધીને 1.57 મિલિયન થઈ શકે છે.

કેન્સર થવાના માત્ર એક જ નહીં પરંતુ અનેક કારણો છે. આ રોગની જાણ મોડેથી થાય છે, જેના કારણે જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે. જો તેના લક્ષણો સમયસર ઓળખાય તો તેની સારવાર પણ શક્ય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ શરીરમાં થતા તે સામાન્ય ફેરફારો વિશે જે કેન્સર તરફ ઈશારો કરી શકે છે. તમે ઘરે બેસીને આમાંથી ઘણી તપાસ કરી શકો છો.

1. અચાનક વજન ઘટી જવું

જો તમે કોઈપણ પ્રકારના ડાયેટ અથવા કસરત વગર ઝડપી વજન ઘટતુ  જોઈ રહ્યા છો. જેમ કે 4-5 કિલો કે તેથી વધુ તો તે ચિંતાનો વિષય બની શકે છે. ક્યારેક પેટ, ફેફસાં, સ્વાદુપિંડ કે ફૂડ પાઇપનું કેન્સર આવા લક્ષણો આપે છે.

2. વારંવાર રક્તસ્ત્રાવ

જો નાક, પેશાબ, ખાંસી કે મળમાંથી વારંવાર લોહી આવતું હોય તો તેને અવગણશો નહીં. આ આંતરડાના કેન્સરની નિશાની હોઈ શકે છે, જેમ કે કોલોન અથવા મૂત્રાશયનું કેન્સર (Bladder Cancer).

3. જૂની ઉધરસ અથવા અવાજમાં બદલાવ

જો તમને ખાંસી હોય જે ઘણા અઠવાડિયા સુધી ચાલુ રહે અથવા તમારો અવાજ ભારે અને વિચિત્ર લાગે, તો તે ફેફસાં અથવા ગળાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

4. શરીરમાં ગાંઠ અથવા સોજો

જો ગરદન, સ્તન, બગલ કે અન્ય કોઈ જગ્યાએ કોઈ અસામાન્ય ગાંઠ અથવા સોજો દેખાય, જેને દબાવવાથી દુખાવો થતો નથી, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ કેન્સરનું પ્રારંભિક સંકેત હોઈ શકે છે.

5. ગળવામાં મુશ્કેલી

જો ખોરાક ગળવામાં સતત તકલીફ થતી હોય અથવા એવું લાગે કે કંઈક અટક્યું છે, તો આ ગળા અથવા ફૂડ પાઈપનું કેન્સર સૂચવી શકે છે.

6. ઘા  રૂઝાતા વાર લાગવી

જો કટ અથવા ઘા થયાને અઠવાડિયા થઈ ગયા હોય, પરંતુ તે રૂઝાઈ રહ્યો નથી, તો તે ત્વચા અથવા મોઢાના કેન્સરની નિશાની હોઈ શકે છે. ખાસ કરીને જેઓ તમાકુ કે ગુટખાનું સેવન કરે છે તેઓએ વધુ સાવચેત રહેવું જોઈએ.

7. સ્કીનમાં બદલાવ

જો ત્વચા પર કોઈ નવા તલ, નિશાન અથવા મોલ દેખાય છે અથવા જૂના તલનો રંગ, આકાર અથવા રચના બદલાઈ રહી છે, તો આ ત્વચાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

8. થાક અને નબળાઈ

સતત થાક, ઊંઘ પછી પણ થાક લાગવો, શરીરમાં સુસ્તી એ પણ અમુક પ્રકારના કેન્સરના પ્રારંભિક સંકેતોમાંથી એક હોઈ શકે છે. આવી સ્થિતિમાં બેદરકાર રહેવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ઘરે પરીક્ષણ કેવી રીતે કરવું

સ્તનનું સ્વ-પરીક્ષણ - સ્ત્રીઓએ દર મહિને તેમના સ્તનોમાં કોઈપણ ગઠ્ઠો અથવા ફેરફારોની તપાસ કરવી જોઈએ.

મોં અને જીભની તપાસ: મોંની અંદર કોઈ સફેદ ફોલ્લીઓ, અથવા ચાંદા છે કે કેમ તે જોવા માટે અરીસામાં જુઓ.

સ્કીન ચેક. જો શરીર પર નવા તલ, ફોલ્લીઓ અથવા રંગ બદલાય છે, તો સાવચેત રહો.

રંગ, ગંધ અથવા પેશાબ અથવા મળમાં લોહીની હાજરી કેન્સરની નિશાની હોઈ શકે છે.

Disclaimer : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget