કોરોનાથી રિકવર માટે સરકારે રજૂ કર્યો ડાયટ ચાર્ટ, જાણો ક્યાં ફૂડથી ઝડપથી થશો સ્વસ્થ
કોરોના વાયરસના સંક્રમણથી રિકવર થઇ રહેલા દર્દીઓ માટે સરકાર તરફથી ડાયટ ચાર્જ રજૂ કરવામાં આવ્યો છે
health Tips:કોરોના વાયરસના સંક્રમણથી રિકવર થઇ રહેલા દર્દીઓ માટે સરકાર તરફથી ડાયટ ચાર્જ રજૂ કરવામાં આવ્યો છે. આ ડાયટ ચાર્ટને ફોલો કરવાથી ઇમ્યુનિટિ બૂસ્ટ થશે અને વિકનેસ ઝડપથી દૂર થશે. આપ આ ડાયટ ચાર્ટને ફોલો કરીને ઝડપથી રિકવર થશો.
ફાસ્ટ રિકવરી માટેનો ડાયટ ચાર્ટ
કોરોનાના દર્દીએ સવારે ઉઠીને રાતે પાણીમાં પલાળેલી બદામ ખાવી જોઇએ.તેમજ કિસમિશ ખાવા જોઇએ.
સવારે નાસ્તામાં રાગી કે દલિયા લેવા જોઇએ. કોરોનાના દર્દીએ ગ્લૂટેન ફ્રી ડાયટથી ફાઇબર યુક્ત ડાયટમાં શિફ્ટ થવું જરૂરી છે. તેનાથી પાચન સારૂં રહે છે.
લંચ લીધા બાદ ગોળ અને ઘી લેવાની આદત પાડો તેનાથી શરીર ગરમ રહેશે અને ઇમ્યુનિટિ મજબૂત બનશે,
ડિનરમાં આપ ખીચડી લઇ શકો છો. જેમાં બધા જ પોષક તત્વો હોય છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે ખૂબ પાણી પીઓ. ઘરમાં બનેલ લીંબુ પાણી અને છાશ પણ પી શકો છો. જો શરીર હાઇડ્રેટ હોય તો ઇમ્યુન સિસ્ટમ સારી રહે છે અને શરીરના ઓર્ગન પણ દુરસ્ત રહે છે.
કોરોના સંક્રમણથી ઝડપથી રિકવર થવા માટે પ્રોટીન યુક્ત આહાર લો. પ્રોટીનની પૂર્તિ માટે ડાયટમાં ચિકન, ફિશ,ઇંડા,સોયાબીન,બદામને સામેલ કરો. તેમાં સારી માત્રામાં પ્રોટીન મેળવી શકાય છે.
ડાયટમાં ગ્રીન વેજિટેબલ, કોઠળ અને ખાસ કરીને સિઝનલ ફ્રૂટને સામેલ કરો. તેનાથી શરીરને મિનરલ, વિટામિન મળી રહે છે.
રોજ રાત્રે સૂતા પહેલા હળદળવાળું દૂધ પીવાનું ન ભૂલો, હળદરમાં એન્ટીબાયોટિક્સ તત્વ હોય છે. જે શરીર માટે ફાયદાકારક છે.
જો આપ હોમ ક્વોરોન્ટાઇન હો અને આ સમય દરમિયાન એન્જાઇટીનો શિકાર થઇ રહયાં હો તો આપ ડાર્ક ચોકેલેટ લઇ શકો છો. એવી ચોકલેટ લો જેમાં 70 પ્રતિશત કોકોઓની માત્રા હોય છે. રસોઇ માટે બદામ, ઓલિવ ઓઇલ, અખરોટના તેલનો શક્ય હોય તો ઉપયોગ કરો. તે આપના માટે સારો વિકલ્પ હશે.
કોરોના વેક્સિન સાઇડ ઇફેક્ટ
કોરોના વેક્સિનના સાઇડ ઇફેક્ટ પર હાલ આખી દુનિયાની નજર છે. ડેઇલી મેઇલની રિપોર્ટ મુજબ બ્રિટેનના લગભગ 4000 મહિલાઓને વેક્સિન બાદ પિરિયડ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
વેકિસન લીધા બાદ ખાસ કરીને 30 થી 49 વર્ષની વયજૂથની મહિલાઓને ઓવર બ્લિડિંગ સહિતની કેટલીક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. વેક્સિન લીધા બાદ આ મહિલાઓમાં સામાન્યથી વધુ બ્લિડિંગનો ફ્લો જોવા મળ્યો.
આ સમસ્યા એસ્ટ્રેજેનેકાની વેક્સિન લીધા બાદ સામે આવી હોવાનું રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે. જો કે ફાઇઝરની વેક્સિન લીધા બાદ પણ 1,158 કેસ આ સમસ્યાના સામે આવ્યાં છે.તો મોર્ડના વેક્સિન લીધા બાદ 66 મહિલાઓમાં આ સમસ્યા જોવા મળી. એક્સપર્ટના મત મુજબ આ સંખ્યા વધુ પણ હોઇ શકે છે કારણ કે, પિરિયડ સાથે જોડાયેલી આ સમસ્યાને કેટલાક આંકડાં નથી નોંધાતા.
એક રિવ્યૂમાં એક એવો નિષ્કર્ષ પણ સામે આવ્યો છે કે, વેક્સિનેટ થયેલી મહિલાઓમાં આ સમસ્યા બહુ વ્યાપક રીતે સામે નથી આવી. જો કે આ મુદ્દે તપાસ કરવી જરૂરી છે.
આ મુદ્દે ડોક્ટર રાયે કહ્યું કે,એવી મહિલાઓની સંખ્યા બહુ ઓછી છે. જેને વેક્સિન લીધા બાદ મેન્સ્ટૂઅલ ડિસઓર્ડરનો સામનો કરવો પડ્યો હોય. આ સમસ્યાના સંકેતને સમજવા માટે એક્સપર્ટ બારાકાઇથી મોનિટર કરી રહ્યાં છે.
રિપોર્ટ મુજબ 30 થી 49 વર્ષના લગભગ 25 ટકા મહિલાઓએ આ પિરિયડ સાથે જોડાયેલી સમસ્યાને મહેસૂસ કરી.જેમાં બ્લિડિંગ ફ્લો સામાન્યથી વધુ અથવા ઓછો જોવા મળ્યો, તેમજ પેડુમાં દુખાવો સહિતની કેટલીર સમસ્યા જોવા મળી રહી છે. આવું સામાન્ય રીતે હોર્મોનલ ચેન્જીસના કારણે થાય છે અથવા તો મેડિકલ કન્ડિશન અથવા મેડિકેશનના કારણે પણ થઇ શકે છે.
બ્રિટેનની જેમ અમેરિકામાં પણ વેક્સિનેશન બાદ આ પ્રકારની સમસ્યા જોવા મળી હતી જો કે વૈજ્ઞાનિકોએ ત્યારે કહ્યું હતું કે, આ પર હાલ કંઇ પણ કહેવું ઉતાવળ હશે, જો કે દુનિયાભરમાં વેક્સિનેશનના યોગ્ય એક્સસને લઇને કામ કરી રહેલા ઇન્ટરનેશનલ વેક્સિન એલાયન્સ GAVIના મુજબ એવું શક્ય બને છે. એક્સપર્ટ કહે છે કે, બીજા વાયરસ માટે બનેલી વેક્સિન બાદ પણ અનેક કેસમાં પિરિયડ સાથે જોડાયેલી સમસ્યા જોવા મળી છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )