ઓમિક્રોનથી સંક્રમિત બાળકોમાં આ ગંભીર બીમારીનું જોખમ વધારે, જાણો સ્ટડીમાં શું કરવામાં આવ્યો દાવો
Coronavirus omicron યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ 19 વર્ષની વય સુધીના લોકો પર હોસ્પિટલમાં દાખલ 18,849 કોરોના દર્દીઓ પર રોગની અસર પર રિસર્ચ કર્યું છે.
Coronavirus omicron: યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ 19 વર્ષની વય સુધીના લોકો પર હોસ્પિટલમાં દાખલ 18,849 કોરોના દર્દીઓ પર રોગની અસર પર રિસર્ચ કર્યું છે.
વિશ્વભરમાં કોરોનાના કેસ વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ છે. ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે બાળકોમાં કોરોનાને કારણે તેમની સ્થિતિ ગંભીર બની રહી છે. શ્વાસ લેવા માટે તેને ટ્યુબ લગાવવી પડી રહી છે. સ્થિતિ વારંવાર બગડવાની સાથે, આ બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
સ્ટડીમાં શું થયો ખુલાસો
આ અભ્યાસ ગયા અઠવાડિયે જામા પેડિયાટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો. યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ 19 વર્ષની વય સુધીના હોસ્પિટલમાં દાખલ 18,849 કોરોના દર્દીઓ પર રીસર્ચ કર્યું હતું. નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી અને યુએસની સ્ટોની બ્રુક યુનિવર્સિટીના સંશોધકોએ પણ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોનથી પુરી રીતે હાવી થતાં પહેલા 4થી 5 વર્ષના બાળકમાં જોખમ વધુ હતું. તો ઓમિક્રોનની સક્રિય લહેરની વચ્ચે બે વર્ષ સુધીના બાળકમાં તેનું જોખમ વધી જાય છે.
શું હજું ચોથી લહેર પણ આવશે?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભારતમાં મહામારીનો ખતરો પહેલા જેટલો નથી. જો કે સમયાંતરે વેવ આવતી રહેશે. પરંતુ એન્ટિ-કોરોના રસી દ્વારા ચેપની અસરને હળવી રાખી શકાય છે. બીજી તરફ, ભારતની સ્વદેશી રસી Covaxin હવે ઉત્તર અમેરિકામાં પણ પહોંચી ગઈ છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ યુએસ અને કેનેડા માટે ઓક્યુજેન કંપની સાથે જોડાણ કર્યું હતું.
દેશમાં કોરોનાની સ્થિતિ
Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1247 નવા કેસ અને માત્ર એક સંક્રમિતનું મોત થયું છે. દેશમાં સોમવારે ઘણા દિવસો બાદ બે હજારથી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે દેશમાં 2183 નવા કેસ અને 214 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1150 નવા કેસ નોંધાયા અને 4 સંક્રમિતોના મોત થયા હતા.. શનિવારે 975 નવા કેસ અને માત્ર 4 સંક્રમિતોના મોત થયા હતા.
એક્ટિવ કેસ 12 હજાર નજીક
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 11,860 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,966 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,11,701 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 186,72,15,865 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 16,89,995 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )