Dengue: મચ્છરના કરડવાથી પણ નહિ થાય ડેન્ગ્યુ, બસ ડાયટમાં કરી લો આટલો ફેરફાર
મચ્છરજન્ય રોગ કેટલીક વખત જીવલેણ પણ સાબિત થાય છે. લાખો લોકો તેના શિકાર થાય છે. ડેન્ગ્યુ પણ આવી જ એક બીમારી છે. જે જીવલેણ સાબિત થઇ શકે છે. તો આજે અહીં જાણીએ કે, મચ્છર કરડ્યાં બાદ પણ બીમારી પાસે ન ફરકે માટે શું કરવું જોઇએ
Dengue:મચ્છર કરડવાથી અનેક રોગો થાય છે. જેમાં ડેન્ગ્યુથી મેલેરિયા અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગોનો સમાવેશ થાય છે. આ મચ્છરજન્ય રોગોનો ભોગ દર વર્ષે લાખો લોકો બને છે. મચ્છજન્ય રોગોથી બચવા માટે આપણે સ્વસ્થતા જાળવીએ છીએ અને મચ્છરનો ઉપદ્રવ ઓછો કરવા પ્રયાસ કરીએ છીએ. મચ્છર ન કરડે માટે મચ્છરદાની સહિત અનેક ઉપાયો કરીએ છીએ પરંતુ ડેગ્યુ મેલેરિયાના મચ્છર કરડ્યા બાદ પણ બીમારી થવાની શક્યતા ઓછી રહે માટે શું કરવું જોઇએ જાણીએ..
વિટામિન સી સમૃદ્ધ આહાર
વિટામિન સીથી ભરપૂર ખોરાકમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની ક્ષમતા હોય છે. તમે તમારા આહારમાં સાઇટ્રસ ફળોનો સમાવેશ કરી શકો છો. નારંગી કે દ્રાક્ષની સહિતના ખાટા ફળોને રેગ્યુલર ડાયટમાં સામેલ કરો, આ સિવાય કીવી, કેપ્સિકમ પણ વિટામિન સીથી ભરપૂર ઉત્તમ આહાર છે.
ઝીંક સમૃદ્ધ આહાર
નોન-વેજમાં લીન મીટ અને પોલ્ટ્રી વસ્તુઓ ઉપરાંત કઠોળ, ડ્રાય ફ્રુટ્સ અને વિવિધ પ્રકારના બીજમાં ઝીંક ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરના રોગપ્રતિકારક કોષો અને એન્ટિબોડીઝને મજબૂત બનાવે છે. આ સાથે, તે શરીરને મચ્છરના કરડવાથી ઉત્પન્ન થતા પેથોજેન્સ સામે લડવાની શક્તિ આપે છે.
ઓમેગા 3 ફેટી એસિડ સમૃદ્ધ આહાર
અળસી, અખરોટ અને માછલી ખાનારાઓ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક લે છે. આ તત્વ સોજા વિરોધી છે. જે કોષ પટલને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક કોષોના કાર્યમાં સુધારો કરે છે.
આદુ અને હળદર
આદુ અને હળદરને માત્ર નેચરલ ઇમ્યુનો બુસ્ટિંગ ફૂડ કહી શકાય. આદુમાં એન્ટિવાયરલ ગુણો ઉપરાંત એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. આ સિવાય હળદરમાં કર્ક્યુમિન ભરપૂર માત્રામાં હોય છે. આ બે વસ્તુઓને ભોજનમાં સામેલ કરવાથી શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિ વધારી શકાય છે.
વિટામિન ડીથી સમૃદ્ધ આહાર
વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં વિશેષ ભૂમિકા ભજવે છે. સૂર્યપ્રકાશ ઉપરાંત, તમે ફૈટી ફિશ, ડેરી ઉત્પાદનો અને ઇંડા જરદીમાંથી વિટામિન સી મેળવી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )