Health Tips: કોફી, જ્યૂસ સાથે કરો છો દિવસની શરુઆત, ખાલી પેટ આ વસ્તુઓ કરશે નુકસાન
સવારની શરૂઆત ચાની ચૂસકી સાથે કરવું તમામ લોકોને પસંદ હોય છે. ચા પીધા બાદ લોકો નાસ્તો કરે છે.
Foods To Avoid Empty Stomach: ચા પીધા બાદ લોકો નાસ્તો કરે છે. પૌવા, સમોસા, આમલેટ, ફ્રુટ જ્યુસ જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. પરંતુ સવારે ખાલી પેટ કંઈપણ ખાતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જેને ખાલી પેટ ખાવાથી બચવું જોઈએ નહી તો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ મુજબ ખાલી પેટે ઘણી વસ્તુઓ ખાવાથી આંતરડાને નુકસાન પહોંચી શકે છે. તેથી જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે ઓછામાં ઓછા 2 કલાક બાદ નાસ્તો કરવાનો પ્રયાસ કરો. આવો જાણીએ કઈ વસ્તુઓને ખાલી પેટ ન ખાવી જોઈએ.
કોફી
ઘણા લોકો દિવસની શરૂઆત કોફીથી કરે છે પરંતુ ખાલી પેટ કોફી પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેનાથી પાચન તંત્રમાં હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવ ઉત્તેજિત થાય છે. જે પેટની સમસ્યા બની શકે છે.
મસાલાદાર જમવાનું
સવારે ખાલી પેટે મસાલેદાર જમવાનું ક્યારેય ન ખાવુ જોઈએ. તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે. એસિડિક રિએક્શન અને પેટમાં ખેંચ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. મસાલેદાર ખોરાક પણ અપચો વધારી શકે છે. સવારના નાસ્તામાં સમોસા, કચોરી, પકોડી જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
દહીં
દહીં ખાવાનું ઘણા લોકોને પસંદ હોય છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે. જો ખાલી પેટે દહીંનું સેવન કરવામાં આવે તો તે પેટમાં એસિડિટીનું સ્તર બગડી શકે છે. દૂધમાંથી બનેલી કોઈપણ વસ્તુનું સેવન ખાલી પેટે કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી નાખે છે અને એસિડિટી જેવી સમસ્યા શરૂ થાય છે.
જ્યૂસ
મોટાભાગના લોકો દિવસની શરૂઆત જ્યૂસથી કરે છે. તેમને લાગે છે કે જ્યૂસ ખૂબ જ સારુ છે, પરંતુ એવું બિલકુલ નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર દિવસની શરૂઆત ક્યારેય ફળોના રસથી ન કરવી જોઈએ. આ સ્વાદુપિંડ પર વધારે ભાર પડે છે. જે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. ખાલી પેટે જ્યૂસ પીવાથી ફ્રુક્ટોઝના રૂપમાં ફળોમાં રહેલી સુગરને કારણે લીવર પર વધુ દબાણ આવે છે.
કાચા શાકભાજી
સવારે ઉઠીને ક્યારેય ખાલી પેટે કાચા શાકભાજી કે સલાડ ન ખાઓ. હેલ્થ એક્સપર્ટ મુજબ કાચા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ખાલી પેટે ખાવાથી પેટ પર વધારાનો ભાર પડે છે. તેનાથી પેટ ફૂલવું અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ખાટા ફળો
ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ જ્યારે તેને યોગ્ય સમયે ખાવામાં આવે તો તે ફાયદાકારક છે. ખાટા ફળો ક્યારેય ખાલી પેટે ભૂલથી પણ ન ખાવા જોઈએ. આ એસિડના ઉત્પાદનમાં વધારો કરી શકે છે અને પાચન તંત્રને ખરાબ કરી શકે છે. ફળોમાં મળતા વધારાના ફાઈબર અને ફ્રક્ટોઝ પેટને બીમાર કરી શકે છે. એટલા માટે જામફળ અને નારંગી જેવા ખાટા અને રેસાવાળા ફળો ક્યારેય સવારે ન ખાવા જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )