શું આપને વારંવાર કંઇને કંઇ ખાવાની ઇચ્છા થાય છે તો સાવધાન, આ બીમારીના છે આ લક્ષણ
ભૂખ બધાને લાગે છે, જે સ્વાભાવિક છે. શરીરને ઊર્જા માટે કંઇક કંઇક આહાર આપવો જરૂરી છે પરંતુ જમ્યા બાદ તરત જ ભૂખ લાગતી હોય તો તેની પાછળના કેટલાક કારણો છે.
Health tips:ભૂખ બધાને લાગે છે, જે સ્વાભાવિક છે. શરીરને ઊર્જા માટે કંઇક કંઇક આહાર આપવો જરૂરી છે પરંતુ જમ્યા બાદ તરત જ ભૂખ લાગતી હોય તો તેની પાછળના કેટલાક કારણો છે.
કેટલાક કેસમાં જમ્યા બાદ પણ વાંરવાર ભૂખ લાગે છે અને ખાવાનું મળે તો માથામાં દુખાવો જેવી સમસ્યા સતાવે છે. હેલ્થ એક્સપર્ટના મત મુજબ આ સ્થિતિ પાછળ કેટલાક કારણો જવાબદાર હોઇ શકે છે.જો શરીરને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન મળતું હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. પ્રોટીનમાં ભૂખને ઓછી કરવાના ગુણ છે.સોયાબી. કઠોળ, દાળ પનીર પ્રોટીનના સ્ત્રોત છે. જેને ડાયટમાં સામેલ કરો.
જો આપ પુરતી ઊંઘ ન લેતા હો તો પણ વાંરવાર ભૂખ લાગે છે. 7થી8 કલાક ઊંઘ ન લેવાથી ઘ્રેલિન હોર્મોન વધી જાય છે. આ હોમોન્સ શરીરમાં વધી જતાં તે ભૂખ લગાડે છે.નિષ્ણાતનું માનવું છે કે, પર્યોપ્ત માત્રામાં પાણી ન પીવાથી પણ વારંવાર ભૂખ લાગે છે. જો ઉચિત માત્રામાં પાણી પીવામાં આવે તો પાચન યોગ્ય રીતે કામ કરે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
ડાયટમાં ફાઇબરની કમી પણ ભૂખ લગાડે છે. ડાયટમાં પુરતા માત્રામાં ફાઇબરને સામેલ કરો. જેનાથી પેટ ભરેલ રહે છે અને ભૂખ સંતોષાતા વાંરવાર ખાવાની ઇચ્છા નથી થતી. તેથી વજન નિયંત્રણમાં રહે છે. ફાઇબરને ડાયટમાં સામેલ કરવા માટે ઓટસ, અળસી, બીજને ડાયટમાં સામેલ કરો.
ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે છે બેહદ ફાયદાકારક
- ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે છે બેહદ ફાયદાકારક
- ઓમેગા-3,ફેટી એસિડ, આયરનનો સારો સ્ત્રોત છે
- સ્કિનના હેલ્થ માટે ઔષધ સમાન છે
- ચિયા એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર સીડ્સ છે.
- પાચનતંત્રને દુરસ્ત કરે છે ચિયા સીડ્સ
- ચિયા સીડ્સમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર છે
- બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે ચિયા
- બ્લડ શુગરના સ્તરને પણ નિયંત્રિત કરે છે.
- હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
- ચીયા સીડ્સ વેઇટ લોસમાં પણ કારગર
- ચીયા સીડ્સ એન્ટીએન્જિંગનું કરે છે કામ
- સ્કિનનો ગ્લો વધારે છે
Disclaimer:આ આર્ટિકલમાં જણાવેલ વિધિ, રીત તેમજ દાવાની એબીપી ન્યુઝ પુષ્ટી નથી કરતું.તેને માત્ર સૂચનના રૂપે લો.આ પ્રકારના કોઇ ઉપચાર દવા, ડાયટ,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )