Weight Loss Tips: વેઇટ લોસ કરવા ઇચ્છો છો તો આ ફૂડને કરો અવોઇડ, નહિ તો વધશે વજન
વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી ખૂબ ખાવા જોઈએ, પરંતુ ઘણા એવા ફળો છે જે ખૂબ જ મીઠા અને કેલરીની માત્રા વધુ છે. જેથી આહારમાં આ ફળોનો સમાવેશ ન કરવો જોઈએ, તેનાથી વજન વધી શકે છે.
Weight Loss Tips: વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી ખૂબ ખાવા જોઈએ, પરંતુ ઘણા એવા ફળો છે જે ખૂબ જ મીઠા અને કેલરીની માત્રા વધુ છે. જેથી આહારમાં આ ફળોનો સમાવેશ ન કરવો જોઈએ, તેનાથી વજન વધી શકે છે.
પાઈનેપલ- પાઈનેપલ એક હેલ્ધી ફળ છે પરંતુ તમારે વજન ઘટાડતી વખતે તેનું સેવન ન કરવું જોઈએ. પાઈનેપલમાં શુગર અને કેલેરી વધુ હોવાથી વજન વધારે છે.
વજન ઘટાડતી વખતે તમારે વધારે કેલરીવાળા ફળ ન ખાવા જોઈએ. ઉચ્ચ કેલરીવાળા ફળોમાં એવોકાડો પણ સામેલ છે. 100 ગ્રામના આ ફળમાં લગભગ 160 કેલરી હોય છે. એવોકાડો ભરપૂર કેલેરીનો સારો સ્ત્રોત છે. તેથી તમે તેને ખાઓ પરંતુ માત્ર મર્યાદિત માત્રામાં જ લો
કેળા એક સુપર હેલ્ધી ફળ છે, પરંતુ જો આપ કેળાને વધુ માત્રામાં ખાશો તો વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જશે. કેળામાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. એક કેળામાં લગભગ 150 કેલરી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે દિવસમાં 2-3 કેળા ખાઓ છો, તો વજન વધવાની સંભાવના છે
અંગૂર ખાંડ અને કેલેરીથી ભરપૂર હોય છે. તેથી, વજન ઘટાડતી વખતે, તમારે ઓછી માત્રામાં દ્રાક્ષ ખાવી જોઈએ. જો આપ 100 ગ્રામ દ્રાક્ષ ખાઓ છો, તો તેમાં 67 કેલરી અને 16 ગ્રામ શુગર હોય છે. આ ખાવાથી આપનો વજન ઘટાડવાનો પ્લાન ડિસ્ટર્બ થઇ શકે છે
કેરી દરેકને પસંદ હોય છે, પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો તમારે કેરી ન ખાવી જોઈએ. જો આપ મે ખાતા હોવ તો પણ માત્ર 1-2 સ્લાઈસથી વધુ ન ખાઓ. કેરીમાં ઘણી બધી કેલરી હોય છે જે તમારી વજન ઘટાડવાના પ્લાનને અવરોધે છે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આ માહિતીને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )