Reverse Walking: શું રિવર્સ વૉકિંગ ઘૂંટણને મજબૂત કરે છે? અભ્યાસમાં થયો ખુલાસો
Reverse Walking:શું તમે ક્યારેય ઊંધી દિશામાં વૉકિંગ કર્યું છે? જો નહીં, તો આજથી જ શરૂ કરો, કારણ કે તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
![Reverse Walking: શું રિવર્સ વૉકિંગ ઘૂંટણને મજબૂત કરે છે? અભ્યાસમાં થયો ખુલાસો Is walking or running backward good for burning calories Reverse Walking: શું રિવર્સ વૉકિંગ ઘૂંટણને મજબૂત કરે છે? અભ્યાસમાં થયો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/ce656206301d790585263b2890867c7f167030351283781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Benefits Of Backward Walking: ફિટ અને એક્ટિવ રહેવા માટે વૉકિંગને હંમેશા સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે,. જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારનું વર્કઆઉટ નથી કરતી અને દરરોજ માત્ર 15થી 20 મિનિટ જ ચાલે છે તો આ તેના માટે કારગર સાબિત થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય ઉલટી દિશામાં ચાલવાનો પ્રયાસ કર્યો છે?શું તમને તેના ફાયદાઓ ખબર છે? નથી તો આજે અમે તમને ઉંધા ચાલવાના ફાયદાઓ વિશે જણાવીશું..
રિવર્સ વૉકિંગ વિશે અભ્યાસમાં થયો ખુલાસો
એક અભ્યાસ અનુસાર દોડવું અથવા ઉલટી દિશામાં ચાલવું એ સારી કાર્ડિયો કસરત છે. તેની સાથે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત એક અહેવાલમાં આ વાત સામે આવી છે. જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકોને ઘૂંટણમાં દુખાવો અથવા ઇજા છે તેઓ રિવર્સ વૉકિંગનો ઉપયોગ કરીને પીડામાંથી રાહત મેળવી શકે છે, કારણ કે આ રીતે ચાલવાથી તમારા ઘૂંટણ પર દબાણ ઓછું થાય છે. અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઊંધી દિશામાં ચાલવાથી પણ ઘૂંટણની લાંબી ઇજાઓમાં રાહત મળે છે. તમે તેને મજાક ગણી શકો છો, પરંતુ જર્નલ ઑફ ફિઝિકલ થેરાપી સાયન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રિવર્સ વૉકિંગ સંતુલન સુધારે છે.
પગને મજબૂત બનાવે છે
સામાન્ય રીતે આપણે આગળ ચાલીએ છીએ જેના કારણે આપણા પગની પાછળના ભાગમાં હાજર સ્નાયુઓનો ઉપયોગ થતો નથી, તેથી જ્યારે તમે રિવર્સ વૉકિંગ કરો છો, ત્યારે તે સ્નાયુઓ પણ ગતિમાં આવે છે અને તમારા પગ મજબૂત બને છે. આ સિવાય જો તમે કમરના દુખાવાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો દરરોજ ઓછામાં ઓછું 15 મિનિટ રિવર્સ વૉકિંગ કરો.
કેલરી બર્ન કરવામાં અસરકારક
પાછળની તરફ જોગિંગ અથવા વૉકિંગ કરવાથી, તમે સામાન્ય વૉકિંગ કરતાં વધુ કેલરી બર્ન કરો છો, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે
ઊંધું ચાલવાથી તમે માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ સ્વસ્થ બની શકો છો. જ્યારે તમે ઊંધું ચાલો છો ત્યારે તે તમારા શરીરને તેનો તાલમેલ જાળવવાનો પડકાર મળે છે.
કોણે રિવર્સ વૉકિંગ ન કરવું જોઈએ
સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધ સ્ટ્રોકના દર્દીઓ અથવા જેઓનું સંતુલન અને સંકલન નબળું છે તેઓએ આ ન કરવું જોઈએ અથવા આ શરૂ કરતા પહેલા તેમના ડૉક્ટરની મંજૂરી લેવી જોઈએ.
શું સાવચેતી રાખવી?
- જો તમે ટ્રેડમિલનો ઉપયોગ કરો છો તો તેને ધીમી ગતિએ કરો નહીંતર તમે લપસીને પડી શકો છો.
- જો તમે ઘરની અંદર રિવર્સ વૉકિંગ કરી રહ્યાં હોવ તો ધ્યાન રાખો કે આજુબાજુ કોઈ ફર્નીચર ન હોય કે જેનાથી અથડાવાનો ભય હોય.
- પગની ઘૂંટીઓને સુરક્ષિત રાખવા માટે, રિવર્સ વૉકિંગ પહેલાં જૂતા પહેરવા જરૂરી છે.
- જો તમે બહાર ક્યાંક ઊંધું ચાલવા માંડો છો તો એ પણ ધ્યાન રાખો કે તમારા રસ્તામાં કોઈ વ્યક્તિ, પ્રાણી કે ખાડો ન હોવો જોઈએ જેથી તમને ઈજા થઈ શકે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)