Lehsuni Palak: ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવું લહસુની પાલકનું શાક... આંગળીઓ ચાટતા રહી જશે લોકો
પાલક એ ગુણોનો ભંડાર છે પરંતુ જો તમે એક જ પ્રકારની પાલક ખાવાથી કંટાળી ગયા હોવ તો એકવાર લહસુની પાલકની રેસીપી અજમાવી જુઓ.
Lehsuni Palak Recipe: પાલક એ લીલા પાંદડાવાળી શાકભાજી છે જે ગુણોનો ભંડાર છે. આને ખાવાથી શરીરમાં ઈન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે. આનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પાલકમાં વિટામિન K, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ મળી આવે છે. આ કારણે લોકો વધુ ને વધુ પાલકનું સેવન કરે છે. જો કે ઘણી વખત એક જ પ્રકારની વાનગી ખાધા પછી લોકો કંટાળી જાય છે. તો શા માટે નવી વેરાયટીની પાલકની વાનગી ન બનાવો... આ વાનગીનું નામ છે લહસુની પાલક. તેનો સ્વાદ અદ્ભુત છે અને તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તમે તેને લંચ અથવા ડિનર માટે બનાવી અને ખાઈ શકો છો. તેનો સ્વાદ એટલો અદ્ભુત છે કે તમે તેને તમારા મહેમાનોને પણ સર્વ કરી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રેસિપી
લહસુની પાલક બનાવવા માટેની સામગ્રી
પાલક 200 ગ્રામ
મેથી 30 ગ્રામ
1 ટીસ્પૂન હિંગ
4 ચમચી તેલ
એકથી બે બારીક સમારેલી ડુંગળી
2 ચમચી આદુ લસણની પેસ્ટ
3 ચમચી ચણાનો લોટ
બે ચમચી ધાણા પાવડર
1 ચમચી જીરું પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી હળદર પાવડર
1 બારીક સમારેલ ટામેટા
1/2 કપ દહીં
ગરમ મસાલા
સ્વાદ માટે મીઠું
લહસુની પાલક બનાવવા માટેની રેસીપી
લહસુની પાલક બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરો.હવે પાલક અને મેથીને ધોઈને પાણીમાં ઉકાળવા મૂકો. બરાબર ઉકળી જાય પછી બરફના પાણીમાં પાલક અને મેથી નાખીને ઠંડુ કરો.હવે તેને ગાળીને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો, પછી ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો. ડુંગળી બ્રાઉન થઈ જાય પછી પેનમાં ચણાનો લોટ મિક્સ કરો. હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર ઉમેરો.1 થી 2 મિનિટ શેકયા પછી ટામેટાંને પેનમાં ઉમેરો અને તે નરમ થઈ જાય પછી, તેમાં પાલકની પ્યુરી ઉમેરો. હવે તેમાં ગરમ મસાલા દહીં અને મીઠું મિક્સ કરો, થોડીવાર પાકવા માટે મૂકી દો, હવે વધાર તૈયાર કરવા માટે બીજા પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, બારીક સમારેલું લસણ અને કાશ્મીરી લાલ મરચું ઉમેરીને સાંતળો. પછી આ મિશ્રણને પાલકની કઢીમાં નાખીને હલાવો. તમારું લહસુની પાલકનું શાક તૈયાર છે, તેને રોટલી અથવા ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )