Research: નવા પ્રોટીન ટેસ્ટ દ્વારા 4 વર્ષ પહેલા જ જાણી શકાય છે હાર્ટ અટેકનું રિસ્ક, જાણો શું કહે છે શોધ
વ્યક્તિને અચાનક હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર ક્યારે આવે છે તે ખબર પડતી નથી. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. ઘણા વર્ષોથી, વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે કે શું એવો કોઈ ટેસ્ટ હોઈ શકે કે જે હાર્ટ એટેક આવે તે પહેલા તેની જાણ થઇ શકે
વ્યક્તિને અચાનક હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર ક્યારે આવે છે તે ખબર પડતી નથી. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. ઘણા વર્ષોથી, વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે કે શું એવો કોઈ ટેસ્ટ હોઈ શકે કે જે હાર્ટ એટેક આવે તે પહેલા તેની જાણ થઇ શકે. વૈજ્ઞાનિકોએ હવે એક એવી ટેકનિકલ શોધ કરી છે, જેના દ્વારા સમયસર આ બીમારીઓની ધારણા લગાવી શકાય છે.
વૈજ્ઞાનિકોના મતે, આ ટેસ્ટ લોહીમાં રહેલા પ્રોટીનની માત્રા પર નિર્ભર કરે છે, જેનાથી રોગો વિશે સચોટ અનુમાન લગાવી શકાય છે. સંશોધકોનું કહેવું છે કે આ ટેસ્ટ દ્વારા એ જાણી શકાશે કે દર્દીઓની હાલની દવાઓ કામ કરી રહી છે કે શું તેમને રોગનું જોખમ ઘટાડવા માટે વધારાની દવાઓની જરૂર છે.
બોલ્ડર, કોલોરાડોમાં સ્થિત અમેરિકન કંપની સોમાલોજિક ખાતે સંશોધકોની એક ટીમ દ્વારા વિકસિત, આ ટેક્નોલોજીનું લગભગ 11,000 પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. "મને લાગે છે કે અજમાયશ વ્યક્તિને વધારાની સારવારની જરૂર છે કે કેમ તે પ્રશ્નનો જવાબ આપવા સક્ષમ છે," સંશોધનનું નેતૃત્વ કરનાર ડૉ. સ્ટીફન વિલિયમ્સે ધ ગાર્ડિયનને આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.
આ પ્રકારના ટેસ્ટનો ઉપયોગ યુનાઈટેડ સ્ટેટ્સની વિવિધ હેલ્થ સિસ્ટમ્સમાં પહેલાથી જ થઈ રહ્યો છે. તેમજ ડૉ. વિલિયમ્સે જણાવ્યું કે કેટલીક બીમારીઓના જોખમનો અંદાજ જિનેટિક ટેસ્ટ દ્વારા લગાવી શકાય છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, વ્યક્તિના અંગો, પેશીઓ અને કોષો કયા સમયે કાર્ય કરી રહ્યા છે, તેનું પણ પ્રોટીન પરીક્ષણ દ્વારા અનુમાન કરી શકાય છે.
વિલિયમ્સ અને તેના સાથીઓએ 22,849 લોકોના બ્લડ પ્લાઝ્મા સેમ્પલમાં 5,000 પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કર્યો અને 4 વર્ષ પછી હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર અથવા મૃત્યુ સાથે સંકળાયેલા 27 પ્રોટીનની ઓળખ કરી. સંશોધકોએ પાછળથી 11,609 લોકોનું પરીક્ષણ કર્યું કે જેમને અગાઉ હાર્ટ અટેક આવ્યો હતો. જે પછી જાણવા મળ્યું કે તેમનું મોડલ વર્તમાન જોખમ સ્કોર કરતા લગભગ બમણું સારું હતું.
સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવ્યું હતું કે આ સંશોધન કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રોટીઓમિક પ્રોગ્નોસ્ટિક ટેસ્ટને સફળ કરવો અને મોતને લઇને અને અટેકને લઇને સચોટ આગાહી કરવાનો હતો.
ભારતમાં હૃદયરોગ સાથે જીવતા લોકો માટે પણ નવો ટેસ્ટ ગેમ-ચેન્જર બની શકે છે, જ્યાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો જેમ કે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ અને સેરેબ્રોવેસ્ક્યુલર રોગો જેમ કે સ્ટ્રોકથી 17.7 મિલિયન મૃત્યુ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ભારત (ખાસ કરીને યુવા વસ્તીમાં) વિશ્વભરમાં આ કારણે મૃત્યુનો પાંચમો હિસ્સો ધરાવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )