(Source: ECI/ABP News/ABP Majha)
Relationship Tips: લગ્નજીવનને બરબાદ કરી રહ્યો છે સ્માર્ટફોન, તુરંત થઈ જાવ સાવધાન નહીં તો પછતાશો
Relationship Tips: આજે ફોન દરેક સંબંધ વચ્ચે દિવાલ બનીને ઉભો છે. નજીક હોવા છતાં, તે તેમને એકબીજાથી અલગ કરી રહ્યો છે. મોટાભાગનો સમય લોકો તેમના ફોનમાં મગ્ન રહે છે, જેના કારણે તેમને તેમના નજીકના લોકો સાથે વિતાવવાનો સમય નથી મળતો.
Relationship Tips : સ્માર્ટફોન આપણા સંબંધોને ઉધઈની જેમ ખાઈ રહ્યા છે. જેના કારણે સંબંધોમાં અંતર વધી રહ્યું છે અને પ્રયાસ કરવા છતાં સંબંધો મજબૂત નથી બની રહ્યા. મોબાઈલ ફોનના કારણે દરેક સંબંધોની જેમ લગ્નજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. જેના કારણે રોમાંસ ખતમ થઈ રહ્યો છે.
એક્સ્ટ્રા મેરિટલ અફેરની જેમ તે સંબંધને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. જે રીતે ફોન આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, પાસે રહેવા છતાં દરેક સંબંધો દૂર થઈ રહ્યા છે. આ 5 રીતે ફોન તમારા સંબંધોમાં દિવાલ બની ગયો છે.
1. નજીક હોવા છતાં અંતર વધી રહ્યું છે
જ્યારે પણ આપણે આપણા મિત્રો, કુટુંબીજનો અથવા કોઈ નજીકના વ્યક્તિ સાથે હોઈએ છીએ, ત્યારે અમે સતત આપણો ફોન ચેક કરતા રહીએ છીએ. સામેની વ્યક્તિને કેવું લાગશે તેનો વિચાર કર્યા વિના આપણે ફોનમાં વ્યસ્ત રહીએ છીએ, જેના કારણે તે એકલતા અનુભવે છે અને તેના કારણે નારાજગી વધી શકે છે. તેનાથી સંબંધોમાં અંતર પણ આવી શકે છે.
2. વિવાહિત જીવનમાં અંતર
જ્યારે ફોન આપણા હાથમાં હોય છે ત્યારે આપણે આપણા પાર્ટનરને સમય આપી શકતા નથી. આ રોમાંસને ખતમ કરી નાખે છે. ધીમે-ધીમે ભાવનાત્મક અંતર વધવા લાગે છે અને એક સમય એવો આવે છે જ્યારે સંબંધ તૂટવાની આરે પહોંચી શકે છે.
3. સોશિયલ મીડિયા અવરોધ બની રહ્યું છે
ઘણી વખત, સોશિયલ મીડિયા પર અન્ય લોકો કરતા વધુ સારા બનવા માટે, વ્યક્તિને પોતાના લોકોની ઈર્ષ્યા થવા લાગે છે. જેના કારણે તેમની વચ્ચે અંતર બનવા લાગે છે. ઘણી વખત લાઈક-કમેન્ટના કારણે સંબંધો એટલા ખાટા થઈ જાય છે કે દિવાલ બની જાય છે.
4. ગેરસમજ વધી રહી છે
ફોન સંબંધમાં ગેરસમજ વધારી શકે છે. મેસેજ કે કોલ પર વસ્તુઓ બરાબર સમજાવી શકાતી નથી. જેના કારણે લોકો પોતાના મનમાં એક અલગ જ કહાની બનાવવા લાગે છે. જેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે.
5. કપલ્સ વચ્ચે ક્વોલિટી ટાઈમ ઘટી રહ્યો છે
જ્યારે સ્માર્ટફોન નહોતા ત્યારે કપલ્સ સાથે બહાર ફરવા જતા હતા. તેઓ કલાકો સુધી વાતો કરતા હતા, એક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા હતા, પરંતુ જ્યારથી ફોન આવ્યો છે ત્યારથી આ બધું લગભગ બંધ થઈ ગયું છે. જેના કારણે સંબંધો નબળા બની રહ્યા છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )