Omicron Variant: ઓમિક્રોનને બેઅસર કરવા માટે યુઝ કરી શકાય છે આ ટેકનિક, સ્ટડીનું મહત્વપૂર્ણ તારણ
ભારત સહિત દુનિયાના અનેક દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે.વૈજ્ઞનિકોના મત મુજબ ઓમિક્રોન ખૂબ જ સંક્રામક છે અને તે ડેલ્ટાથી અનેક ગણી ઝડપથી ફેલાઇ છે.
Omicron Variant:ભારત સહિત દુનિયાના અનેક દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે.વૈજ્ઞનિકોના મત મુજબ ઓમિક્રોન ખૂબ જ સંક્રામક છે અને તે ડેલ્ટાથી અનેક ગણી ઝડપથી ફેલાઇ છે.
વર્ષ 2021માં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકોએ એવું સમજી લીધું કે, કોરોનાની મહામારીના પડકાર સામે આપણે જીતી ગયા અને વાયરસને માત આપી દીધી. જો કે ઓમિક્રોન ફરીથી દહેશત ફેલાવી રહ્યો છે. ડિસેમ્બરના અંત સુધીમાં ઓમિક્રોન લગભગ બધા જ દેશમાં ફેલાઇ ગયો.
ભારત સહિત સમગ્ર દુનિયામાં રોજ કેસમાં વધારો થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ જ સંક્રામક છે. જે ડેલ્ટાથી અનેક ગણો ઝડપથી ફેલાઇ છે. આ વેરિયન્ટના બચાવ અને ઉપચાર માટે વૈજ્ઞાનિક અનેક પ્રકારની સ્ટડી કરી રહ્યાં છે. આ દરમિયાન વૈજ્ઞાનિકએ એન્ટીબોડીની(Antibody for Omicron Variant) ઓળખ કરી છે. જેના દ્રારા આ વેરિયન્ટને બેઅસર કરી શકાય છે.
ખાસ એન્ટીબોડીની ઓળખ કરાઇ છે
નેચરલ જર્નલમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ એક ખાસ એન્ટીબોડીની ઓળખ કરવામાં આવી છે. જે કોરોનાના તમામ વેરિયન્ટની અસરને ઓછી કરી શકે છે. ઉપરાંત આ વાયરસ થનાર મ્યુટેશન દરમિયાન તેને બદલાવને રોકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે,. વેક્સિન અને એન્ટીબોડી ઉપચાર(Antibody Therapy) નો ઉપયોગ કરીને ઓમિક્રોન સહિત ભવિષ્ટમાં આવનાર નવા વેરિયન્ટને પણ બેઅસર કરી શકાય છે. તે બદલતા વેરિયન્ટ પર અસરકારક રીતે કામ કરશે. યુનિવર્સિટી ઓફ વોશિગ્ટન સ્કૂલ ઓફ મેડિશન અસોશિએટ પ્રોફેસર ડેવિડ વેસ્લરનું માનવું છે કે, સ્પાઇક પ્રોટીનને ટારગેટ કરીને તે એન્ટીબોડી વાયરસના ગ્રોથને રોકવામાં મદદ કરે છે.
બૂસ્ટર ડોઝ
આ રિસર્ચમાં એવું તારણ સામે આવ્યું છે કે, નવા વેરિયન્ટના બચાવ માટે વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ ખૂબ જ કારગર સાબિત થશે. સ્ટડીનું તારણ છે કે, પહેલાથી સંક્રમિત અને વેક્સિનેટ થયેલા લોકોમાં સંક્રમણ રોકવાની ક્ષમતા આ નવા વેરિયન્ટ સામે ઓછી થઇ ગઇ છે. જેથી બૂસ્ટર ડોઝની મદદથી નવા વેરિયન્ટ ઓમિક્રોનથી રક્ષણ મેળવી શકાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )