શોધખોળ કરો

'યે જો તુમ ઇતના મુસ્કરા રહે હો...', હસતા ચહેરા પાછળ હોઈ શકે છે Smiling Depression

એવું જરૂરી નથી કે જે લોકો સોશિયલ મીડિયા પર હસતા ફોટા શેર કરે છે તેઓ ખુશ હોય. તે ડિપ્રેશનનો શિકાર હોઈ શકે છે અને આ વાત તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને પણ ખબર નહીં હોય.

Smiling Depression: તાજેતરના દિવસોમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા જેમાં લોકો જાહેર જીવનમાં અથવા સોશિયલ મીડિયા પર ખૂબ ખુશ જોવા મળ્યા હતા. તે લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હસતા ફોટા અને વીડિયો શેર કરતાં હતા અને બાદમાં તેઓએ આત્મહત્યા કરી લીધી હતી.

હાલમાં જ એક અભિનેત્રીનો કિસ્સો જોવા મળ્યો હતો, જ્યાં તેણે સવારે પોસ્ટ શેર કરી હતી. તે કો-એક્ટર્સ સાથે શૂટ માટે પણ તૈયાર થઈ ગઈ તે વખતે એકદમ નોર્મલ દેખાઈ રહી હતી. કોઈએ વિચાર્યું પણ ન હતું કે તે થોડીવારમાં આત્મહત્યા જેવું પગલું ભરી શકે છે. આવી વ્યક્તિ જાહેર જીવનમાં ખૂબ જ સામાન્ય રહે છે અને તે ડિપ્રેશન જેવી સમસ્યાથી પીડિત છે તે ઓળખવું મુશ્કેલ છે. આ સ્થિતિને "સ્માઇલિંગ ડિપ્રેશન" કહેવામાં આવે છે.

ડિપ્રેશન વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. "સ્માઇલિંગ ડિપ્રેશન" એવો જ એક કિસ્સો છે, જે વ્યક્તિમાં જોવા મળે છે અને સામાન્ય રીતે તેને કે તેની આસપાસના લોકો પણ જાણતા નથી. આ રોગમાં દર્દી અંદરથી હતાશાથી પીડાય છે. જ્યારે બહારથી સંપૂર્ણ ખુશ અથવા સંતુષ્ટ દેખાય છે. આવી વ્યક્તિને જોઈને એવું લાગે છે કે તે સંપૂર્ણપણે સામાન્ય છે અથવા સંપૂર્ણ જીવન જીવી રહ્યો છે. જોકે આવું થતું નથી. ડિપ્રેશન એ એક માનસિક બીમારી છે અને તે સામાન્ય રીતે ઉદાસી, સુસ્તી અને નિરાશા સાથે સંકળાયેલ છે. જે લોકોની જીવનશૈલી ખૂબ જ નીરસ હોય છે અને તેઓ એકલા રહેવાનું અથવા વિચારતા રહેવાનું પસંદ કરે છે. ઘણીવાર પછીથી આવા લોકો આ સમસ્યાનો શિકાર બને છે.

ડિપ્રેશનના લક્ષણો

મનોચિકિત્સક ડૉ. રાજેશ કુમારના જણાવ્યા મુજબ ડિપ્રેશન દરેક વ્યક્તિને અલગ-અલગ રીતે અસર કરે છે અને તેમાં વિવિધ લક્ષણો હોય છે. જેમાંથી સૌથી મુખ્ય છે ઊંડી અને લાંબી ઉદાસી. ભૂખમાં ઘટાડો, વજનમાં ઘટાડો અને ઊંઘની પેટર્નમાં ફેરફાર, થાક અથવા સુસ્તી, નિરાશા, આત્મસન્માનમાં ઘટાડો અને કોઈ કામમાં રસ ના લેવો કે મજા ના કરવી આ ડિપ્રેશનનું લક્ષણ છે.

સ્માઇલી ડિપ્રેશનનાં લક્ષણો

હસતા ચહેરા સાથે ડિપ્રેશનનો અનુભવ કરતી વ્યક્તિ બહારથી ખુશ અથવા સંતુષ્ટ દેખાઈ શકે છે. જો કે, અંદરથી તે ડિપ્રેશનના પીડાદાયક લક્ષણોનો અનુભવ કરી શકે છે. હસતાં-હસતાં ડિપ્રેશનથી પીડિત વ્યક્તિમાં આ બધાં અથવા અમુક લક્ષણો હોઈ શકે છે. વ્યવસાયિક જીવનમાં ખૂબ જ સક્રિય, સમાજ અને પરિવાર સાથે ખૂબ જ ખુશ દેખાતી અને નોકરી કરતી, સુખી અને આશાવાદી વ્યક્તિની જેમ જે સામાન્ય રીતે લોકો માટે ખુશ દેખાય છે.

આવી વ્યક્તિમાં ડિપ્રેશનના લક્ષણો પણ હોઈ શકે છે. આ સમસ્યામાં દર્દી ડિપ્રેશનનો અનુભવ કરે તો પણ તે હસતો જોવા મળે છે. તે સામાન્ય રીતે તેની પરિસ્થિતિ અન્ય લોકો સાથે શેર કરતો નથી કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. કોઈ પૂછે તો પણ તે બહાના કરીને ટાળે છે અને પોતાને ખુશ બતાવે છે. આવા વ્યક્તિને લાગે છે કે પોતાની જાતને અસ્વસ્થ બતાવવી એ નબળાઈ છે

ડિપ્રેશન અને સ્માઈલિંગ ડિપ્રેશન વચ્ચેનો આ જ તફાવત છે

ડિપ્રેશન સામે લડતી વ્યક્તિમાં ઊર્જા ઓછી હોય છે અને તેને સવારે પથારીમાંથી ઉઠવું પણ મુશ્કેલ લાગે છે. તે આળસુ લાગે છે. જો કે, હસતાં ડિપ્રેશનમાં એનર્જી લેવલ પર અસર થતી નથી. તે અન્ય લોકોની સામે ખૂબ જ મહેનતુ લાગે છે. તે એકલા પોતાના સંજોગો સાથે સંઘર્ષ કરે છે. આવી સ્થિતિમાં આત્મહત્યાનું જોખમ વધી શકે છે.

આવા લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ

જો તમને લાગતું હોય કે દર્દી પોતાને અથવા અન્ય કોઈને નુકસાન પહોંચાડી શકે છે, તો તાત્કાલિક સાવચેતી રાખો. આવી સ્થિતિમાં મદદ ન મળે ત્યાં સુધી દર્દીની સાથે રહો. છરીઓ, દવાઓ અથવા અન્ય હાનિકારક વસ્તુઓ દર્દીથી દૂર રાખો. આવા લોકોની વાત સાંભળવી જોઈએ. દલીલ કરશો નહીં, ધમકાવશો નહીં અથવા બૂમો પાડશો નહીં. દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

સ્માઇલી ડિપ્રેશનનું જોખમ કોને છે?

અન્ય પ્રકારના ડિપ્રેશનની સાથે વ્યક્તિમાં હસતાં ડિપ્રેશનના લક્ષણો પણ હોઈ શકે છે. અસફળ સંબંધ અથવા નોકરી ગુમાવવી, સામાજિક-પારિવારિક કારણો વ્યક્તિમાં સ્માઇલિંગ ડિસઓર્ડરના લક્ષણોનું કારણ બની શકે છે.

કહેવાય છે કે પુરુષો રડતા નથી. આવી સ્થિતિમાં તે પોતાની નબળાઈ અથવા સમસ્યાને લોકો સાથે શેર કરવાને બદલે બહારથી સામાન્ય બતાવવાનો પ્રયાસ કરે છે.  તે અંદરથી માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે આવી સમસ્યાઓ મહિલાઓની સરખામણીમાં પુરૂષોમાં ઘણી ઓછી હોય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget