Health:પલાળેલી બદામ કે સૂકી બદામ કઇ આપના હેલ્થ માટે છે ફાયદાકારક,જાણો એક્સ્પર્ટનો મત
બદામમાં મેગ્નેશિયમ, સેલેનિયમ અને ઝિંક મળી આવે છે, બદામને પાણીમાં પલાળીને ખાવાથી બદામનું પાચન યોગ્ય રીતે થાય છે.
Health:બદામને પોષણથી ભરપૂર માનવામાં આવે છે. તેમાં વિટામિન, આયર્ન અને હેલ્ધી-ફેટ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કઈ વધુ ફાયદાકારક છે, પલાળેલી બદામ કે સૂકી બદામ? ચાલો જાણીએ બેમાંથી કયું સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે?
ડાયેટિશિયન અનુસાર બદામ ખાવી દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. જો કે કાચી બદામ ખાવાને બદલે તેને પાણીમાં પલાળી બદામ ખાવી જોઈએ. વાસ્તવમાં બદામને પાણીમાં પલાળીને ખાવાથી તેમાં રહેલા ફાયટિક એસિડનું પ્રમાણ ઘટી જાય છે. તેના બદલે જો તમે સૂકી બદામ ખાઓ છો તો તેમાં જોવા મળતું ફાયટીક એસિડ આંતરડામાં એસિડ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે.
બદામમાં મેગ્નેશિયમ, સેલેનિયમ અને ઝિંક મળી આવે છે. બદામને પાણીમાં પલાળીને ખાવાથી બદામનું પાચન યોગ્ય રીતે થાય છે. તેમાં જોવા મળતું ફાયટીક એસિડ પેટમાં સરળતાથી ઓગળી જાય છે. પાણીમાં પલાળીને ખાવાથી તેમાં જોવા મળતા સંયોજનોની અસર ઓછી થાય છે. પાણીમાં પલાળીને ખાવાથી પણ બદામનો સ્વાદ વધે છે.
76 લોકો પર 8 અઠવાડિયાનું સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે પલાળેલી બદામ ખાવાથી પાચનમાં કોઈ ખાસ સુધારો થતો નથી. તદુપરાંત, પલાળેલી બદામમાં ફાયટીક એસિડનું સ્તર કાચા બદામ કરતાં થોડું ઓછું જોવા મળ્યું હતું.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
આ પણ વાંચો
Best 5G smartphones: ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો તો આ છે બેસ્ટ ઓપ્શન
Crime News: રાજસ્થાનમાં મણિપુર જેવી ઘટના, આદિવાસી મહિલાને પતિએ ગામ લોકો સામે નિર્વસ્ત્ર ફેરવી
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )