Making Sprouts: આ રીતે મગનો ઉપયોગ કરશો તો ઝડપથી ઘટશે વજન, જાણો કેવા મગનું સેવન ફાયદાકારક
મગનું પ્રોટીન અને ફાઈબર પાચન માટે સારું છે. તે કોલેસ્ટ્રોલને જાળવવામાં પણ મદદ કરે છે. મગની દાળમાં કોમ્પ્લેક્સ વિટામિન્સ પણ હોય છે.
How To Soak Green Moong: મગનું પ્રોટીન અને ફાઈબર પાચન માટે સારું છે. તે કોલેસ્ટ્રોલને જાળવવામાં પણ મદદ કરે છે. મગની દાળમાં કોમ્પ્લેક્સ વિટામિન્સ પણ હોય છે.
ફણગાવેલા મૂંગને સૌથી આરોગ્યપ્રદ નાસ્તો માનવામાં આવે છે. તમે તેને ગમે ત્યારે ખાઈ શકો છો. ખાસ કરીને જો તમે વજન ઘટાડવાના મિશન પર હો તો આ અંકુરિત મગને વજન ઘટાડવાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે કારણ કે તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે.
મગમાં રહેલું પ્રોટીન અને ફાઈબર પાચન માટે સારું છે. તે કોલેસ્ટ્રોલને જાળવવામાં પણ મદદ કરે છે. મગની દાળમાં બી કોમ્પ્લેક્સ વિટામિન હોય છે. તેની સાથે તેમાં કોપર, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ઝિંક હોય છે. ચાલો જાણીએ કે, કેવા મગ સ્વાસ્થ્ય માટે હિતકારી છે.
જાણો પલાળવાની રીત
સૌથી પહેલા તેને સ્વચ્છ પાણીથી ધોઇ લો. હવે તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. હવે એક ડબ્બામાં પેક કરી તો પરંતુ તેને મોને કપડાથી ઢાંકી દો જેથી હવા આરપાર થઇ શકે. આ ડબ્બાને આપ તાપ આવતો હોય તેવી જગ્યાએ રાખશો તો ઝડપથી અંકુરિત થઇ જશે.હવે તેને ફરી પાણીથી ધોઇ લો. આ રીતે અંકુરિત તૈયાર થઇ જશે.
અંકુરિતને આ રીતે બનાવીને કરો સેવન
વેઇટ લોસની જર્નિ દરમિયાન આપ અંકુરિત મગનું સેવન પેટભરીને કરી શકો છો. તેનું ચિલ્લા અને કેટલેટ પણ બનાવી શકો છો. મગ પ્રોટીન અને ફાઇબરથી ભરપુર હોવાથી પેટ પણ ભરાઇ જાય છે અને જેના કારણે અનહેલ્થી ફૂડ ખાવાથી બચો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )