Protein Deficiency: શરીરમાં પ્રોટીનની ઉણના કારણે થાય છે આ બીમારી, આ લક્ષણો દેખાય તો થઇ જાવ સાવધાન
પ્રોટીનની કમીની અસર માત્ર માંસપેશીઓ પર નથી થતી પરંતુ હાકડા પણ નબળા પડવા માંડે છે.જેના કારણે જ તેના તૂટવાથી ફેક્ચરનું જોખમ વધી જાય છે
Protein Deficiency: શરીરમાં જ્યારે કોઇ ભાગ ફુલવા લાગે છે તો તેમા સોજો આવી જાય છે. મેડિકલ ભાષામાં તેને અડિમા કહે છે. હ્યુમન સીરમ એલ્બુમિનની ઉણપના કારણે થાય છે. જો આવા લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.
જો ત્વચા પર લાલ ડાઘ થઇ જાય, નખ પર નિશાન જોવા મળતાં હોય તેમજ સિઝનલ સમસ્યા સિવાય પણ સ્કિન ફાટી જતી હોય ડ્રાય થઇ જતી હોય, ત્વચા પર ચીરા પડી જતાં હોય અને નખ પણ નબળા થઇ જાય છે. આ તમામ લક્ષણો પ્રોટીનની કમીના કારણે હોઇ શકે છે.
માંસપેશીઓ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં પ્રોટીનની સપ્લાય ઓછી થવા લાગે છે તો શરીરમાં બોડી ફંકશન અને જરૂરી ઉતકો માટે હાંડકાથી પ્રોટીન લેવા માંડે છે. પ્રોટીનની કમી આપણી માંસપેશીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
પ્રોટીનની કમીની અસર માત્ર માંસપેશીઓ પર નથી થતી પરંતુ હાકડા પણ નબળા પડવા માંડે છે.જેના કારણે જ તેના તૂટવાથી ફેક્ચરનું જોખમ વધી જાય છે.
પ્રોટીનની ઉણપી અસર ઇમ્યુન સિસ્ટમ પર જોવા મળે છે. ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થતાં ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે. ડોક્ટરનું કહેવું છે કે, પ્રોટીનની ઉણપના કારણે ઇમ્યુન ફંકશનમાં મુશ્કેલી શરૂ થઇ જાય છે. એ સ્ટડી મુજબ વૃદ્ધ લોકોમાં સતત 6 સપ્તાહ સુધી પ્રોટીનનો અભાવ ઇમ્યુનિટી સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે.
પ્રોટીનની પૂર્તિ માટે આ ફૂડનું કરો સેવન
- પ્રોટીનની પૂર્તિ માટે આ ફૂડનું કરો સેવન
- વેજિટેરિયન પ્રોટીન માટે આ ફૂડ લઇ શકે છે
- પનીર પ્રોટીનનો સારો સ્ત્રોત છે
- આપ મગદાળની ખીચડી ખાઇ શકો છો
- સ્પ્રાઉટસ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે
- ટોફૂ મસાલા પણ સોયા મિલ્કથી તૈયાર થાય છે
- રાજમા,કરી, ચાવલ, પ્રોટીનનો સારો સ્ત્રોત છે
- ક્વિનોઆ પુલાવ પણ પ્રોટીન માટે ખાઇ શકો છો
- સત્તુના પરોઠા પણ પ્રોટીનનો સારો સોર્સ છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )