![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
New Year Resolution: હાર્ટ અટેકના જોખમથી સુરક્ષિત રહેવા નવા વર્ષમાં આ આદતન કરો દિનચર્યામાં સામેલ
સ્વસ્થ હૃદય માટે શારીરિક રીતે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. તેથી, કસરત નિયમિતપણે કરવી જોઈએ. જો તમે ઇચ્છો તો, તમે સાઇકલિંગ, સ્વિમિંગ, યોગા જેવા ફિટનેસ વિકલ્પો અજમાવી શકો છો
![New Year Resolution: હાર્ટ અટેકના જોખમથી સુરક્ષિત રહેવા નવા વર્ષમાં આ આદતન કરો દિનચર્યામાં સામેલ To stay safe from the risk of heart attack, adopt these habits in your daily routine in the New Year 2024. New Year Resolution: હાર્ટ અટેકના જોખમથી સુરક્ષિત રહેવા નવા વર્ષમાં આ આદતન કરો દિનચર્યામાં સામેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/74e5522ffcdc11d6f744c7698f34fa8b170282459712981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heart Health: આજકાલ હૃદયની બીમારીઓ ઝડપથી વધી રહી છે. દરેક ઉંમરના લોકો તેનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં જો સમયસર હૃદયના સ્વાસ્થ્યની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે જીવલેણ અથવા ગંભીર બની શકે છે.
નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 2024ને આવકારવા દરેક લોકો ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ નવા વર્ષમાં પોતાની જાતને બદલવાનું લક્ષ્ય નક્કી કરે છે. ઘણા લોકો તેમની જીવનશૈલી બદલવાનું વિચારે છે. આ બધાની વચ્ચે હૃદયના સ્વાસ્થ્યને પ્રાથમિકતા પર રાખવું જરૂરી બની જાય છે. ખરેખર, આજકાલ હૃદયની બીમારીઓ ઝડપથી વધી રહી છે. જો તેની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે જીવલેણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાતો નવા વર્ષમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે 8 ટિપ્સ આપી રહ્યા છે, જેને અનુસરીને તમે હૃદયની બીમારીઓથી દૂર રહી શકો છો.
રોજ વર્કઆઉટ કરો
સ્વસ્થ હૃદય માટે શારીરિક રીતે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. તેથી, કસરત નિયમિતપણે કરવી જોઈએ. જો તમે ઇચ્છો તો, તમે સાઇકલિંગ, સ્વિમિંગ, યોગા જેવા ફિટનેસ વિકલ્પો અજમાવી શકો છો. હૃદયના સ્વાસ્થ્ય માટે, અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટની મધ્યમ તીવ્રતાની કસરત કરો.
ધૂમ્રપાનને બાય-બાય કહો
જો તમે આવનારા નવા વર્ષમાં તમારા હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માંગો છો, તો હવેથી ધૂમ્રપાનને બાય-બાય કહી દો. ધૂમ્રપાન એ હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ છે. આને છોડીને તમે તમારા હૃદયને સ્વસ્થ બનાવી શકો છો.
ડાયટ પર પ્રોપર ધ્યાન આપો
હૃદયની તંદુરસ્તી જાળવવા માટે શક્ય તેટલા મોસમી ફળો અને શાકભાજી ખાઓ. તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, આખા અનાજ અને લીન પ્રોટીનનો સમાવેશ કરો. આ સિવાય સોડિયમ, સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટનું સેવન શક્ય એટલું ઓછું કરો.
નિયમિત ટેસ્તટ કરાવો
બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ સહિત તમારા હૃદયના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવતા રહો. આનાથી, જો કોઈ રોગ છે, તો તેની વહેલી ખબર પડી જશે અને તમે લાંબા ગાળાના જોખમથી બચી શકશો.
ટેન્શન ફ્રી રહેવાનો પ્રયાસ કરો
આજે દરેક ઉંમરના લોકો કામના દબાણ અને વિવિધ પ્રકારના તણાવને કારણે તણાવપૂર્ણ જીવન જીવી રહ્યા છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું નથી. આવી સ્થિતિમાં તણાવથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. તમે નિયમિત રીતે ધ્યાન, યોગ અને માઇન્ડફુલનેસ જેવી વસ્તુઓની મદદ લઈ શકો છો.
પૂરતી ઊંઘ લો
હૃદયની તંદુરસ્તી જાળવવા ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી જરૂરી છે. દરરોજ રાત્રે 7-9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને સુધારવા માટે, સૂવાના સમયની નિયમિતતાને ગંભીરતાથી અનુસરો.
હાઇડ્રેઇટ રહેવા માટે પુરતુ પાણી પીવો
પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે, જે હૃદયના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. મીઠાં પીણાં અને વધુ પડતી ચા અને કોફી પીવાનું ટાળો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)