Health Benefits Of Butter:શું આપ માખણને ડાયટમાં કરો છો સામેલ? જાણો એક્સ્પર્ટની સલાહ
Health Benefits Of Butter:દેશી માખણ ખાવાથી વજન નથી વધતુ. અસલી દેશી સફેદ માખણની પરખ કરવી જરૂરી છે.
Health Benefits Of Butter:દેશી માખણ ખાવાથી વજન નથી વધતુ. અસલી દેશી સફેદ માખણની પરખ કરવી જરૂરી છે.
માખણની વાત આવે એટલે આપણી નજર સામે લાઇટ યેલો કલરનું બટરનું પેકેટ સામે આવે છે કારણ કે આપણે એ ખાઇને જ મોટા થયા છીએ પરંતુ અસલી સફેદ માખણનો ટેસ્ટ લેવો હોય તો હરિયાણા-પંજાબના ગામડામાં જાવ જ્યાં માટીના વાસણમાં વલોવીને સફેદ માખણ કાઢવામાં આવે છે. જેનો ટેસ્ટ તો લાજવાબ હોય જ છે પરંતુ તેની સાથે તે ખાવાથી વજન પણ નથી વધતુ અને તેના સેવનના અનેક ફાયદા છે.
દેશી માખણ કેમ છે ફાયદાકારક
યુવા પેઢી માખણ અને ઘીના નામથી દૂર ભાગવા લાગે છે, કારણ કે તેઓ વિચારે છે કે તેને ખાવાથી ચરબી વધે છે, ફિટનેસ બગડે છે અને અનેક બીમારીઓ પણ ઘેરી લે છે... ખરેખર તો આ પેઢીનો પણ વાંક નથી. કારણ કે તેમણે અસલી દેશી માખણ અને ઘી તો જોયું જ નથી. એવું કહીએ તો ચાલે. પેક્ડમાં મળતાં લાઇટ યેલો બટર નુકસાન કરે છે વેઇટ પણ વધારે છે પરંતુ દેશી વ્હાઇટ માખણ વેઇટ નથી વધારતું અને તેના સેવનના અદભૂત ફાયદા છે.
માખણ ખાવાના ફાયદા
માખણમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે આપણા શરીર માટે એક આવશ્યક સંયોજન છે, જેને આપણું શરીર વિટામિન-એમાં રૂપાંતરિત કરે છે અને આંખોની સાથે ત્વચા, હાડકાં અને વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. .
માખણમાં સારું કોલેસ્ટ્રોલ જોવા મળે છે જેને મેડિકલ ભાષામાં લિપોપ્રોટીન અને HDL કહેવાય છે. હૃદયને સ્વસ્થ રાખવું જરૂરી છે. દરરોજ એક ચમચી માખણ ખાવું પૂરતું છે. ધ્યાનમાં રાખો કે, યાદ રાખો કે, ગાયના ઘીમાંથી તૈયાર કરેલા તાજા માખણ વિશે વાત કરી રહ્યા છીએ.
શારીરિક સ્વાસ્થ્યની સાથે મગજના સ્વાસ્થ્ય માટે પણ માખણ મહત્વપૂર્ણ છે. કારણ કે તેમાં જોવા મળતું કોલેસ્ટ્રોલ મગજ અને નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ઘરે બનાવેલું તાજું માખણ પણ સાંધાના દુખાવાની સંભાવનાને ઘટાડે છે, કારણ કે તેનું નિયમિત સેવન મર્યાદિત માત્રામાં કરવાથી શરીરના સાંધાઓને જરૂરી લુબ્રિકેશન મળતું રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )