Health Tips: ખોળામાં મુકીને વાપરો છો લેપટોપ તો થઇ જાવ સાવધાન, ખરાબ થઇ શકે છે પ્રજનન ક્ષમતા
જો તમે તમારા ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો સાવચેત રહો, કારણ કે તે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે
Laptop Side Effects : જો તમે તમારા ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો સાવચેત રહો, કારણ કે તે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતોના મતે, ઘણા લોકો તેમના ખોળામાં લેપટોપ રાખીને કામ (Laptop Health Side Effects) કરે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે સારુ નથી. આનાથી માત્ર નબળી પ્રજનન ક્ષમતા જ નહીં પરંતુ અનિદ્રા જેવી સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે ઘણી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. ચાલો જાણીએ કે ખોળામાં લેપટોપનો ઉપયોગ કરવાથી શું નુકસાન થાય છે.
- ચામડીને નુકસાન થઈ શકે છે
લેપટોપમાંથી નીકળતી ગરમ હવા ચામડી માટે હાનિકારક છે. જેના કારણે ચામડીમાં બળતરા થવા લાગે છે જેને ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. લેપટોપમાંથી નીકળતી ગરમ હવાથી સ્કિન પર ટ્રાન્સિએન્ટ રેડ રેઝેશનું કારણ બની શકે છે. મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ચામડી લાંબા સમય સુધી લેપટોપ કે આવા ઉપકરણોના સંપર્કમાં રહે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
- પીઠનો દુખાવો
મોટાભાગના લોકો ખોળામાં લેપટોપ લઈને કલાકો સુધી ખોટી મુદ્રામાં બેસી રહે છે. જેનાથી કમરમાં અસહ્ય દુખાવો થઈ શકે છે. આ માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. જો તમારે આનાથી બચવું હોય તો આજથી લેપટોપનો ઉપયોગ ટેબલ પર રાખીને જ કરો.
- ખરાબ ફર્ટિલિટી
અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિન એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લેપટોપને તમારા ખોળામાં રાખીને તેનો ઉપયોગ કરવાથી પ્રજનન ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. લેપટોપમાંથી નીકળતી ગરમ હવા શુક્રાણુઓની સંખ્યા અને તેની ગુણવત્તાને ઘટાડી શકે છે. આ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
- આઇ સ્ટ્રેન
જો તમે લાંબા સમય સુધી તમારા ખોળામાં મુકીને લેપટોપનો ઉપયોગ કરો છો, તો તેની અસર આંખો પર પણ પડે છે. તેનાથી આંખમાં દુખાવો, શુષ્કતા અથવા માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. લેપટોપ સાથે તમારા પગને ક્રોસ કરીને બેસવાથી તેનું રેડિયેશન સીધું શરીર પર પડી શકે છે, જે ખતરનાક બની શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )