શોધખોળ કરો

આ દેશમાં ભારતનાં 100 રૂપિયાની નોટ 2000 બરાબર છે, હંમેશા પર્યટકોની ભીડ રહે છે

ભારતીય પર્યટકો દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશ પ્રવાસે જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય પર્યટકોની પ્રથમ પસંદગી ઇન્ડોનેશિયા કેમ બની રહી છે અને અહીં ભારતીય 100 રૂપિયા કેટલાની બરાબર છે.

ભારતમાં વિશ્વભરના પર્યટકો ફરવા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો દેશ પણ છે, જ્યાં ભારતનાં 100 રૂપિયાની નોટ બે હજાર રૂપિયા જેટલી છે. હા, આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું, જ્યાં વિશ્વભરના પર્યટકો ફરવા આવે છે અને અહીં ભારતીય ચલણના 100 રૂપિયા બે હજારની બરાબર હોય છે.

કયો દેશ

ભારતીયોને આ સાંભળવામાં જ મજા આવશે કે તેમના 100 રૂપિયા ક્યાંક 2000 જેટલા થશે. આજે અમે તમને એક એવા પર્યટન સ્થળ વિશે જણાવીશું, જ્યાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે હોય છે. જણાવી દઈએ કે ઇન્ડોનેશિયામાં ભારતીય પર્યટકોની સંખ્યા સૌથી વધારે હોય છે. માહિતી મુજબ જુલાઈ 2024 સુધીમાં ઇન્ડોનેશિયામાં 1 ભારતીય રૂપિયો લગભગ 189.56 ઇન્ડોનેશિયન રૂપિયાની બરાબર છે. એટલે કે ભારતના 100 રૂપિયા અહીંના આશરે 1900 રૂપિયા જેટલા થયા. અહીંનું ચલણ પણ રૂપિયો જ છે.

પર્યટન સ્થળો

ઇન્ડોનેશિયા ભારતીયો માટે મનપસંદ જગ્યા છે. આ રજાઓ માણવા અને ફરવા માટેની લોકપ્રિય જગ્યાઓમાંની એક છે. અહીં વિશ્વભરમાંથી ઘણા પર્યટકો આવે છે. અહીં રૂપિયાની જબરદસ્ત મજબૂતાઈ ભારતીયો માટે આ સ્થળને વધુ કિફાયતી બનાવે છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયન ચલણ રૂપિયા પર એક સમયે ભગવાન ગણેશની છબી હતી, પરંતુ હવે આ નોટ પાછી ખેંચી લેવામાં આવી છે.

મફત વિઝા

આ ઉપરાંત, ઇન્ડોનેશિયા ભારતીયોને આગમન પર મફત વિઝા આપે છે, જે ત્યાં મુસાફરીને વધુ સરળ બનાવે છે. અહીંથી ભારતીય લોકો ઘણો વ્યાપાર પણ કરે છે. વાસ્તવમાં, ઇન્ડોનેશિયામાં રાજકીય અનિશ્ચિતતા વધારે છે, જેની અસર ઇન્ડોનેશિયન રૂપિયા પર પણ પડે છે. આ કારણે ભારતીય રૂપિયો અહીં હંમેશા મજબૂત રહ્યો છે. અહીંની હોટલોમાં રહેવું પણ સસ્તું છે અને ખાવાનું પણ સસ્તું મળે છે. ઇન્ડોનેશિયામાં એક પાંચ તારક હોટલનો રૂમ 3,333 રૂપિયામાં રાત્રિના દરે મળી જાય છે. જોકે, બાલી સૌથી લોકપ્રિય અને મોંઘો વિસ્તાર છે, તેથી અહીં હોટલો વધુ મોંઘી છે.

ગયા વર્ષે કેટલા ભારતીય પર્યટકો

માહિતી મુજબ 2023માં લગભગ 606,439 ભારતીય નાગરિકો ઇન્ડોનેશિયા ગયા હતા. ઇન્ડોનેશિયન પર્યટન મંત્રાલયને આશા છે કે 2024માં ભારતીય પર્યટકોની સંખ્યા બમણી થઈને 12 લાખ થઈ જશે. જ્યારે ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના આંકડાઓ દર્શાવે છે કે જાન્યુઆરી અને માર્ચ 2024 વચ્ચે, ભારતથી 30,000થી વધુ મુસાફરો ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

Embed widget