શોધખોળ કરો
Advertisement
OBC Certificate Application: OBC માટેનાં નોન ક્રીમીલેયર અને સામાજિક-શૈક્ષણિક પછાતનાં સર્ટિફિકેટ કઈ રીતે કઢાવશો ?
How to Get OBC Certificate: OBC સમાજની જ્ઞાતિઓમા જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય તેમને અનામતનો લાભ મળે છે. અનામત સહિતના સરકારી લાભો મેળવવા માટે નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ જોડવું જરૂરી છે.
અમદાવાદઃ ભારતમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના ઉમેદવારો માટે 27 ટકા અનામતની જોગવાઈ છે. મતલબ કે, સરકારી નોકરીઓમાં જેટલી જગા હોય તેમાંથી 27 ટકા જગાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની 27 ટકા બેઠકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના ઉમેદવારો માટે અનામત હોય છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ને સામાન્ય રીતે અન્ય પછાત વર્ગ (OBC) તરીકે ઓળખવામાં આવે છે.
આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) અથવા તો અન્ય પછાત વર્ગ (OBC) માટેની અનામતનો લાભ મેળવવા માટે આ વર્ગમાં આવતી જ્ઞાતિના ઉમેદવારોએ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર અને નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કઢાવવાં ફરજિયાત છે. આ બંને સર્ટિફિકેટ સિવાય તેમને ઓબીસી અનામતનો લાભ ના મળે. આ બંને સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવાં તેની પ્રક્રિયા આ પ્રમાણે છે.
નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ
OBC સમાજની જ્ઞાતિઓમા જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય તેમને અનામતનો લાભ મળે છે. અનામત સહિતના સરકારી લાભો મેળવવા માટે નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ જોડવું જરૂરી છે
જરૂરી ડોક્યુમેન્ટ્સઃ
નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે નીચેના પુરાવાઓની પ્રમાણિત નકલ નિયત ફોર્મ ભરીને તેની સાથે જોડવાની રહેશે. આ ફોર્મ કોઈ પણ જનસેવા કેન્દ્રમાંથી મળી જશે.
- અરજદારના પિતા અને પિતા ન હોય તો માતાનું નોન ક્રિમિલેયર અંગેની એફિડેવિટ એટલે કે સોગંદનામું
- રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઈટબીલ, મ્યુનિસિપલ ટેક્ષ બીલ, મતદાર ઓળખ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય આધારભૂત પુરાવા જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય ( આ પૈકી ગમે તે એક)
- શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર (સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ L.C.)
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ અંગેના આધાર પુરાવા
- અરજદારના પિતા/કાકા/ફોઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અરજદારના પિતા/માતાના છેલ્લા ત્રણ વર્ષના આવકના પુરાવા
- ખેતીની જમીન ધારણ કરનારે 7/12ના ઉતારાની નકલ રજૂ કરવી
- અરજદારનો જવાબ
- પંચનામું
- સોગંદનામું
- રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો ઓળખપત્ર પૈકી ગમે તે એક)
- રેશનકાર્ડ
- સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ
- જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા (રજીસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ /મંત્રીશ્રીનો દાખલો/ ધારાસભ્ય, સંસદસભ્યનો દાખલો, માતા–પિતાનો જાતિનો દાખલો વગેરે.
- મામલતદારશ્રી
- તાલુકા વિકાસ અધિકારીશ્રી
- જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion