Relationship Tips: આ 5 વાતો તમારા પાર્ટનરને લાવશે નજીક, આ રીતે મજબૂત કરો તમારો સંબંધ
Love Emotions: એક સમય બાદ પતિ પત્નીના સંબંધમાં પ્રેમ અને ઈમોનશન બોન્ડ ખતમ થઈ જાય છે. આ સ્થિતિમાં તમારે ઈમોશનલ બોન્ડ મજબૂત બનાવવા ધ્યાન આપવું જોઈએ.
Strong Relation: કોઈપણ સંબંધને મજબૂત બનાવવા ઈમોશનલ બોન્ડ જરૂરી છે. સંબંધની શરૂઆતમાં તમામ કપલ એકબીજાની ફિલિંગનું પૂરું ધ્યાન રાખે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ પ્રેમ અને ઈમોશન ખતમ થઈ જાય છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે આમ જોવા મળે છે. જો તમારા જીવનમાં પણ આમ થઈ રહ્યું હોય તો આ વાતો અજમાવીને પ્રેમ વધારી શકો છે.
રોમાંટિક યાદો કરો તાજીઃ સૌથી સારી રીત પોતાની જૂની યાદો અને વાતોને ફરીથી યાદ કરવાનો છે. તમે પહેલી મુલાકાત કે પહેલી રોમાંટિક ડેટને યાદ કરો. પોતાની વાતોને પાર્ટનર સાથે શેર કરો અને તેમની પ્રશસાં કરો. પછી યાદોમાં ખોવાઈ જાવ અને ફરીથી તે લાઇફ જીવવાનું શરૂ કરી દો.
શરમ-સંકોચ દૂર કરોઃ પતિ-પત્નીને ભાવનાત્મક રીતે એકબીજા સાથે સંકળાયેલા રહેવા માટે શરમ-સંકોચ દૂર કરવા જોઈએ. બંને એકબીડા સામે દરેક વાતનું સન્મ કરો. અનેક વખત લોકો બાળકો મોટા થઈ ગયા હોવાથી રોમાંટિક સમય નીકળી ગયો છે તેમ વિચારતા હોય છે પરંતુ એવું નથી હોતું. એકબીજા પ્રત્યે પ્રેમ ક્યારેય ઓછો ન થવો જોઈએ.
કોઈપણ સંબંધ આડો ન આવવા દોઃ લગ્ન બાદ અનેક સંબંધ જોડાય છે. મા-બાપ, કાકા-કાકી સહિત અનેક સંબંધની શરૂઆત થાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે એક કપલ માત્ર પ્રેમી પ્રેમિકા છે. પોતાના સંબંધને આવા ઉત્સાહથી નીભાવો. બીજા સંબંધ અને જવાબદારીને તમારા રિલેશનમાં વચ્ચે ન આવવો દો.
પોતાની ફેંટસી વ્યક્ત કરોઃ જ્યારે આપણે મોટા થઈ રહ્યા હોઈ તે કોઈ ફિલ્મ કે સીરિયલમાં જોવા મળતી સ્ટોરીથી પ્રેરિત હોઈએ છીએ. છોકરીઓ તેમનો પતિ પણ આ હીરો જેવો હોય તેમ ઈચ્છકતી હોય છે. છોકરાઓની પણ આવી ફેંટસી હોય છે. આ સ્થિતિ ફેંટસી વ્યક્ત કરવાનો સાચો સમય હોય છે.
નાની નાની વાતોમાં મૂડ ખરાબ ન કરોઃ એક સમય બાદ પતિ-પત્નીમાં ખૂબ માથાકૂટ થતી હોય છે. અનેક વખત નાની વાત મોટી સ્વરૂપ ધારણ કરી લે છે. પરંતુ જો તમે સંબંધમાં પ્યાર ટકાવી રાખવા માંગતા હો તો સ્માર્ટલી કામ લેવું જરપૂરી છે. પાર્ટનરની ભૂલ થવા પર ગુસ્સે થવું કે ચીસો નાંખવાના બદલે પ્રેમથી સમજાવવાની કોશિશ કરો. પોતાની ભૂલ માનીને માફી માંગી લો. ઝઘડો ખતમ કરતી વખતે હસીને એકબીજાને ગળે લગાવો,