શું આપના બાળકો પણ સ્કૂલ બસમાં શાળાએ જાય છે, તો પહેલા સુરક્ષા સંબંધિત આ નિયમો જાણી લો
જો તમારું બાળક પણ પહેલીવાર બસ દ્વારા શાળાએ જતું હોય, તો તેને સ્કૂલ બસમાં ચઢવા, ઊતરવાના નિયમો અને વર્તન વિશે સારી રીતે સમજાવો. આ તમારા બાળકની સુરક્ષા માટે જરૂરી છે.
જો તમારું બાળક પણ પહેલીવાર બસ દ્વારા શાળાએ જતું હોય, તો તેને સ્કૂલ બસમાં ચઢવા, ઊતરવાના નિયમો અને વર્તન વિશે સારી રીતે સમજાવો. આ તમારા બાળકની સુરક્ષા માટે જરૂરી છે.
કોરોનાના કેસ ઓછા થયા બાદ હવે બાળકોની શાળાઓ ખુલી છે. છેલ્લા 2 વર્ષથી બાળકો ઓનલાઈન અભ્યાસ કરતા હતા. આવી સ્થિતિમાં આ વર્ષે ઘણા બાળકો પ્રથમ વખત શાળાએ જઈ રહ્યા છે. જેના કારણે બાળકોને ભળવામાં મુશ્કેલી થાય છે. ઘણા માતા-પિતા તેમના બાળકોને બસ દ્વારા શાળાએ મોકલે છે, તેથી તમારા બાળકને બસમાં મુસાફરી કરતી વખતે સલામતીના નિયમોની જાણ હોવી જોઈએ. જો કે શાળાનો સ્ટાફ બસમાં સાથે રહે છે, પરંતુ કેટલીકવાર 1-2 લોકોનો સ્ટાફ આખી બસના બાળકોની સંભાળ રાખી શકતા નથી. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે આપ આપના બાળકને બસમાં ચઢવા અને ઉતરવાના નિયમો સમજાવો. જે માતા-પિતા તેમના બાળકોને પ્રથમ વખત શાળાએ મોકલી રહ્યા છે તેઓને ચિંતા થવી સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં, તમે તમારા બાળકને સતર્ક રહેવા કહો અને હંમેશા બસ સલામતી સંબંધિત નિયમોનું પાલન કરવા કહો
બસમાં ચઢવાના નિયમો
- તમે બાળકને કહો કે તમારે તમારી બધી જ જરૂરી વસ્તુઓ બેગમાં અગાઉથી જ રાખવી જોઈએ, જેથી બસમાં ચડતી વખતે પરેશાની ન થાય.
- બાળકને હંમેશા રસ્તા પર ફૂટપાથ પર ચાલવાનું કહો. જો તમારી પાસે ખૂબ નાનું બાળક હોય, તો બસ સ્ટોપ સુધી તેમને છોડવા અને લેવા માટે જાવ તે જ હિતાવહ છે.
- બાળકોને માર્ગ સલામતીના નિયમો શીખવો અને કહો કે તેઓએ હંમેશા તેનું પાલન કરવું જોઈએ.
- 4- બસ આવે તે પહેલા ગેટ પર પહોંચી જાવ, જેથી તમારે બસ પકડવા દોડવું ન પડે.
- 5- બસમાં ચડતી વખતે બાળકને સાવધાન રહેવા કહો.
બસની અંદર કેવી રીતે વર્તવું
- બસ શરૂ થાય તે પહેલા બાળકને તેની સીટ પર બેસવાનું કહો.
- બસ જે દિશામાં જઈ રહી છે તે દિશામાં હંમેશા મુખ રાખીને બેસો. ઉલ્ટા બેસશો તો બ્રેક લાગતા પડી જવાનો ડર રહે છે.
- બાળકોને સમજાવો કે માત્ર અવાજ ના કરો. આનાથી બસ ડ્રાઈવરનું ધ્યાન ભટકાઈ શકે છે અને અકસ્માત થઈ શકે છે.
- જો તમારે બસના ડ્રાઈવરને કંઈક કહેવું હોય તો હંમેશા બસ બંધ થયા પછી જ વાત કરો.
- 5- બાળકોને બસમાં ખાવા-પીવાની સલાહ ન આપો. જેના કારણે બસમાં ગંદકી થઈ શકે છે.
- 6- બાળકોને સમજાવો કે બસની બારીમાંથી હાથ, મોં કે કોઈપણ વસ્તુ બહાર ન કાઢો. આનાથી ઈજા થઈ શકે છે.
બસમાંથી ઉતરવાના નિયમો
- બાળકને કહો કે હંમેશા બસ સ્ટોપ પર ઉભી રહે બાદ જ સીટ છોડો
- જ્યારે પણ તમે બસમાંથી નીચે ઉતરો ત્યારે હંમેશા બસનું હેન્ડલ પકડી રાખો.
- હોબાળો ન કરો, પહેલા તમારી આગળના બાળકોને નીચે ઉતરવા દો અને પછી તમારા વારામાં નીચે ઉતરો.
- બસમાંથી ઉતરતી વખતે બસની રેલિંગને પકડી ન રાખો. જેના કારણે તમે અચાનક પડી શકો છો.