શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Summer Skin Care Tips: ગરમીની સિઝનમાં આ રીતે કરો સ્કિન કેર, જાણો કારગર અલગ અલગ ટિપ્સ
ગરમીની સિઝનમાં સ્કિન કેર વધુ જરૂરી બની જાય છે. ઉનાળાની સિઝનમાં ત્વચા સંબંધિત અનેક સમસ્યા સામે આવે છે. કેટલીક ટિપ્સને ફોલો કરવાથી ત્વચાની સુંદરતા યથાવત રાખી શકાય છે.
ગરમીની સિઝનમાં રોમછિદ્ર્માં રૂકાવટ આવતા પિમ્પલની સમસ્યા સર્જાઇ શકે છે. યૂવી કિરણોને કારણે મેલેનિનનું પ્રોડકશન વધી જાય છે અને સ્કિન ડાર્ક થઇ જાય છે. બદલતી સિઝન મુજબ સ્કિન કેર ટિપ્સ પણ બદલાતી રહે છે. ચહેરાની સુંદરતા યથાવત રાખવા માટે સિઝન મુજબ ત્વચાની સારસંભાળ લેવી જરૂરી બની જાય છે.
ઓઇલી સ્કિન માટે ટિપ્સ
જો આપની ઓઇલી સ્કિન હોય તો ડીપ ક્લિનિંગ પર વધુ ધ્યાન આપો. એફ્સફોલિશનને વધુ સમય આપો. આપ હળવા ઓઇલ ફ્રી ક્રિમનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત ઓઇલીનેસને ઓછી કરવા માટે મડ ફેસપેકનો પણ ઉપયોગ કરી શકો છો.
ડ્રાઇ સ્કિન માટે ટિપ્સ
ડ્રાઇ સ્કિન માટે હળવા હાઇડ્રેટિંગ મિલ્ક અને લોશનનો ઉપયોગ કરી શકો છો. સ્કિન પર કોઇ ગ્રેસી ઇફેક્ટે ન છોડવાથી ફાયદો થશે.
નોર્મલ સ્કિન માટે ટિપ્સ
ગરમીનો નોર્મલ સ્કિન પર બહુ ઓછો પ્રભાવ પડે છે. આપ જેલ બેઇઝડ ફેસવોશનો ઉપયોગ કરી શકો છો.હળવા મોશ્ચરાઇઝર ક્રિમનો ઉપયોગ પણ કરી શકો છો જેથી આપનો ચહેરો ફ્રેશ રહી શકે. ઉપરાંત આપ નોર્મલ સ્કિન માટે હાઇડ્રેટિંગ ફેસમાસ્ક અને મેટાઇજિંગ સનસ્ક્રિનનો પણ ઉપયોગ કરી શકો છો.
કોમ્બિનેશન સ્કિન માટે ટિપ્સ
હળવા આલ્કોહોલ ફ્રી, જેલ બેઇઝ્ડ ક્લિન્ઝરનો ઓપ્શન પસંદ કરી શકો છો. એક નોન સ્ટીકી ગ્રીસ ફ્રી મોશ્ચરાઇઝર અથવા હાઇડ્રેટિંગ સીરમના બદલે આપ મેટાઇજિંગ સનસ્ક્રિનનો ઉપયોગ કરી શકો છો.
સ્પેશિયલ સમર ટિપ્સ
ગરમીમાં હાઇડ્રેઇટ રહેવું જરૂરી છે. સૂતા પહેલા એડિશનલ હાઇડ્રેશન માટે હાઇડ્રેટિંગ ફેસ ક્રિમનો ઉપયોગ કરી શકો છો. ગરમીમાં વિટામીન સી મહત્વપૂર્ણ હોય છે. ક્લિન્ઝિંગ અને મોશ્ચરાઇઝરની વચ્ચે વિટામીન ‘સી’ સીરમનો ઉપયોગ પણ કરી શકો છો. આ સાથે નારિયેળ પાણી, તરબૂચ અને ફ્રેશ જ્યુસના સેવનથી પણ હાઇડ્રેઇટ રહેવામાં મદદ મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion