સામાન્ય શરદી અને ઓમિક્રોનના લક્ષણોમાં શું છે તફાવત? જો શરૂઆતમાં શરીરને આવા મળે સંકેત તો થઇ જજો સાવધાન
Omicron Symptoms: જો તમે પણ મૂંઝવણમાં હોવ કે, માન્ય શરદી અને ઓમિક્રોન વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો, તો અહીં બંનેમાં શું તફાવત છે. સમજીએ..
Omicron Symptoms: જો તમે પણ મૂંઝવણમાં હોવ કે, માન્ય શરદી અને ઓમિક્રોન વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો, તો અહીં બંનેમાં શું તફાવત છે. સમજીએ..
જે સમસ્યા કોવિડ-19ની શરૂઆતમાં થઈ હતી, તે જ સમસ્યા હવે ઓમિક્રોનના સમયમાં પણ જોવા મળી રહી છે. જ્યારે કોરોના શરૂ થયો, ત્યારે સામાન્ય શરદી અને કોવિડ-19 વચ્ચે તફાવત કરવો શક્ય નહોતું. પરંતુ જ્યારે તેના કેસ વધવા લાગ્યા બાદ તેના પ્રારંભિક લક્ષણોને ઓળખી શકાયા.
હવે આવી જ સ્થિતિ ઓમિક્રોન સાથે પણ થઈ રહી છે. ઓમિક્રોન પોઝિટિવ છો કે સામાન્ય શરદીની ઝપેટમાં આવી ગયા છો. તે આ લક્ષણોથી સમજી શકાય તેમ છે.
જો કે, અમે શરૂઆતમાં એક વાત સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે, જો સહેજ પણ શંકા હોય તો કોરોના ટેસ્ટ કરાવવામાં બેદરકાર ન રહેવું જોઈએ. કારણ કે ચેપની શરૂઆતમાં લીધેલી ઉદાસીનતા તમારા સમગ્ર પરિવારને સંક્રમિત કરી શકે છે. તો ચાલો જાણીએ કે ઓમિક્રોન સામાન્ય શરદી અને ફ્લૂથી કેવી રીતે અલગ છે.
આ છે ઓમિક્રોનના લક્ષણો
ઓમિક્રોનના જે પણ મામલા અત્યાર સુધીની સ્ટડી સામે આવી છે તેમના અભ્યાસના આધારે, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો તમે ઓમિક્રોન પોઝિટિવ છો, તો શરૂઆતમાં આ લક્ષણો જોવા મળશે.
- થાક
- સાંધાનો દુખાવો
- શરદી
- સતત માથાનો દુખાવો
- ગળાના દુખાવાની સમસ્યા
- સામાન્ય શરદીના લક્ષણો
- સામાન્ય શરદીમાં, માથાનો દુખાવો અને વહેતું નાક રહે છે.
- છીંક આવે છે અને માથામાં ભારેપણું ચાલુ રહે છે
- ગરમ પીણું પીધા બાદ આરામ મળે છે. માથા સિવાય શરીરના અન્ય ભાગોમાં દુખાવો થતો નથી.
- સામાન્ય શરદીમાં, ગળામાં દુખાવો થતો નથી, પરંતુ નાકની અંદર શુષ્કતા અથવા ઇરિટેશન થાય છે,
- સામાન્ય કોલ્ડમાં આપને થકાન નથી લાગતી પંરતુ ઇરિટેશન મહેસૂસ થાય છે.
ઓમિક્રોન COVID-19ના અન્ય વેરિયન્ટ થી કેટલો અલગ છે?
અહીં દર્શાવેલા લક્ષણોને જાણીને તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે આ બધા પણ કોવિડ-19ના લક્ષણો છે. તો, ઓમિક્રોન તેનાથી કેવી રીતે અલગ છે? તો જાણો આ સવાલનો જવાબ અહીં.ઓમિક્રોન વાયરસ ગળામાં ફેલાઇ છે. જ્યારે કોવિડ-19નો વાયરસ અન્ય સીધો ગળા કે નાક દ્વારા ફેફસાં પર હુમલો કરે છે.ઓમિક્રોનનો વાયરસ ફેફસાં સલામત રહે છે. તેમાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી.જોકે, કોવિડ-19એ અન્ય વાયરસ ફેફસાંને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું અને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી હતી.જ્યારે ઓમિક્રોન સંક્રમિતમાં ઓક્સિજનનું સ્તર ઘટતું નથી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )