(Source: ECI/ABP News/ABP Majha)
Soaked Peanuts: આ બીમારી આસપાસ પણ નહીં ફરકે, જાણો પલાળેલી મગફળીના સેવનના ગજબ ફાયદા
પલાળેલી મગફળી યાદશક્તિમાં પણ સુધારો કરે છે. આ સિવાય જે લોકોની દૃષ્ટિ નબળી હોય અથવા તેમની આંખો વધુ થાક અનુભવતી હોય તો તેમણે પણ સારી માત્રામાં પલાળેલી મગફળી ખાવી જોઈએ.
Soaked Peanuts: જો તમને મગફળી ખાવાનું પસંદ છે, તો તમારા આહારમાં પલાળેલી મગફળીનો સમાવેશ કરો. આ નાનકડા દાણામાં એટલી શક્તિ છે કે, તેની શરીર પર થતી અસરને જોઇને આશ્ચર્યચકિત થઈ જશો.
જો તમારો દિવસ સ્પ્રાઉટ્સ અથવા અન્ય કોઈપણ પ્રકારના પૌષ્ટિક ખોરાકથી શરૂ થાય છે, તો તેમાં પલાળેલી મગફળીનો સમાવેશ કરો. ઘણા લોકો સવારની શરૂઆતમાં પલાળેલી બદામ અને કિસમિસ અથવા અંજીર જેવી વસ્તુઓનો પણ સમાવેશ કરે છે. પલાળેલી મગફળી પણ આવા અનેક પોષક ગુણોથી ભરપૂર હોય છે. તેને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.
પાચન સારૂ રહેશે
મગફળી ફાઈબરથી ભરપૂર ખોરાક છે. આ ખાવાથી પાચનક્રિયા પણ સુધરે છે.
હૃદય માટે પણ ફાયદાકારક
મગફળીને પલાળીને રાખવાથી તેની છાલ પણ પાણીને સારી રીતે શોષી લે છે. આ છાલ યોગ્ય રક્ત પ્રવાહ જાળવવામાં મદદરૂપ છે. આ છાલને કારણે હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે. આ કારણે શરીરનો મેટાબોલિક રેટ પણ ખૂબ સારો રહે છે.
પીઠનો દુખાવો દૂર કરો
જે લોકો કમરના દુખાવાથી પીડાય છે, તેમણે ગોળ સાથે પલાળેલી મગફળી ખાવી જોઈએ. તેનાથી આખો દિવસ બેસી રહેવાથી થતા કમરના દુખાવામાં રાહત મળે છે.
મેમરી અને આંખો માટે
પલાળેલી મગફળી યાદશક્તિમાં પણ સુધારો કરે છે. આ સિવાય જે લોકોની દૃષ્ટિ નબળી હોય અથવા તેમની આંખો વધુ થાક અનુભવતી હોય તો તેમણે પણ સારી માત્રામાં પલાળેલી મગફળી ખાવી જોઈએ. આ મગફળી યાદશક્તિને મજબૂત કરે છે અને દ્રષ્ટિ સાફ કરે છે.
ઉધરસમાં પણ ફાયદાકારક છે
હાલ વાયરલ ઇન્ફેકશન અને ઉધરસની સમસ્યા વધુ જોવા મળે છે. આ ઉધરસથી રાહત મેળવવા માટે પલાળેલી મગફળી ખાવી જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઈન્ફેક્શન ઝડપથી મટી જાય છે.
ગેસ અથવા એસિડિટીના કિસ્સામાં
જે લોકોને એસિડિટી અને ગેસની સમસ્યા હોય તેમને પલાળેલી મગફળી ખાવાથી રાહત મળે છે. આ મગફળીમાં મેંગેનીઝ, કોપર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને સેલેનિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાલી પેટ ખાવાથી ગેસથી પણ રાહત મળે છે.