Weight Loss: આખરે 30 વર્ષ પછી કેમ ઝડપથી વધે છે વજન?
Weight Gain after 30: મહિલાઓમાં 30 પછીની ઉંમર પછી હોર્મોન(hormone changes)નું ઉત્પાદન ઓછું થાય છે. એસ્ટ્રોજન (Estrogen) એ એક હોર્મોન છે જે એક મહિલાનું માસિક ચક્ર (monthly cycle) ને કંટ્રોલ કરે છે.
Weight Gain after 30s: મહિલાઓમાં 30 પછીની ઉંમર પછી હોર્મોન(hormone changes)નું ઉત્પાદન ઓછું થાય છે. એસ્ટ્રોજન (Estrogen) એ એક હોર્મોન છે જે એક મહિલાનું માસિક ચક્ર (monthly cycle) ને કંટ્રોલ કરે છે.
Weight Gain After 30: વધતું વજન લોકોને ખુબજ હેરાન કરે છે. વજન વધવાથી ન માત્ર પર્સનાલિટી ખરાબ થાય છે પરંતુ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ જેવી ક્રોનિક બીમારીઓનું જોખમ પણ વધે છે. કેટલાક લોકો ખાવાપ પીવાના શોખીન હોય છે, એવા લોકો દરેક વખતે કંઈક ખાવાનું પસંદ કરતા હોય છે જેનાથી તેમનું કેલરી ઇન્ટેક વધારે હોય છે. ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે 30 વર્ષની ઉંમર પછી મહિલાઓનું વજન ઝડપથી વધે છે. હવે સવાલએ થાય છે કે 30 થી 40 વર્ષની ઉંમરમાં કેમ વધે છે વજન? આવો જાણીએ કે 30 વર્ષની ઉંમર પછી વજન કેમ વજન ઝડપથી વજન વધે છે.
30 થી 40 વર્ષની ઉંમર વચ્ચે કેમ વધે છે વજન?
હેલ્થ લાઈનની માહિતી મુજબ 20 થી 21 વર્ષની ઉંમરમાં તમે પીઝા બર્ગર કઈ પણ ખાઈ શકો છો આ ઉંમરમાં તમને શરીરને ટ્રિમ કરવા માટે ખાસ મહેનત કરવી પડતી નથી. થોડા વર્કઆઉટથી પણ તમારું બોડી ફિટ કરી શકાય છે. 30 થી 40 વર્ષની ઉંમરમાં મેટાબોલિઝ્મમાં ઝડપથી બદલાવ આવે છે . આ ઉંમરમાં મેટાબોલિઝ્મ સ્લો થઇ જાય છે. 30 વર્ષ પછી મહિલાઓ અને પુરુષોનું મેટાબોલિઝ્મ સ્લો થઇ જાય છે અને ખાવાની ક્રેવિંગ વધે છે. આ ઉંમરમાં નબળાઈ વધારે અનુભવાય છે અને એનર્જેટિક રહેવા માટે વધારે ભોજન લઇ છીએ અને સ્થૂળતાનો શિકાર બનીએ છીએ.
હોર્મોનલ ફેરફારને લીધે પણ વજન વધશે:
પુરુષ અને મહિલાઓ બંનેમાં 30 પછીની ઉંમર પછી હોર્મોનનું ઉત્પાદન ઓછું થાય છે. એસ્ટ્રોજન (Estrogen) એ એક હોર્મોન છે જે એક મહિલાનું માસિક ચક્ર (monthly cycle) ને કંટ્રોલ કરે છે. 30 વર્ષની ઉંમર પછી આ હોર્મોન ઓછા થવાથી મહિલાઓનું વજન વહળવા લાગે છે એ સેક્સ ડિઝાયર્સ ઓછું થઇ શકે છે. મહિલાઓના હોર્મોન ઓછા થઇ જવાથી વ્યવહારમાં બદલાવ આવે છે સ્વભાવ ચીડિયો થઇ જાય છે અને તણાવ વધે છે. 30-40 વર્ષની ઉંમરમાં પુરુષોમાં ટેસ્ટોટેરોનનું સ્તર ઓછું થઇ જાય છે જેથી પુરૂષોનું વજન વધે છે અને ખાસ કરીને એબ્સની આસપાસ ઝડપથી ફેટ જમા થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )