(Source: ECI/ABP News/ABP Majha)
Hair Tips: શું તમે સતત વાળ ખરવાની સમસ્યાથી હેરાન છો, અપનાવો આ હેર માસ્ક
ઘણી વખત બદલાતા હવામાન, પ્રદૂષણ અથવા કેટલીક શારીરિક ખામીઓને કારણે આપણા વાળ ડ્રાય અને ફ્રીઝી થઈ જાય છે અથવા ખરવા લાગે છે.
Hair Care Tips: ઘણી વખત બદલાતા હવામાન, પ્રદૂષણ અથવા કેટલીક શારીરિક ખામીઓને કારણે આપણા વાળ ડ્રાય અને ફ્રીઝી થઈ જાય છે અથવા ખરવા લાગે છે. આવી સ્થિતિમાં તેમની યોગ્ય જાળવણી જરૂરી છે. તમારા વાળ સીધા હોય કે વાંકડિયા, જ્યાં સુધી તે લાંબા, જાડા અને ચમકદાર ન હોય ત્યાં સુધી તમારી સુંદરતામાં વધારો થતો નથી, તેથી તેની કુદરતી સુંદરતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમારા વાળ લાંબા સમયથી શુષ્ક અને નિર્જીવ છે, તો તમે આ કુદરતી હેર માસ્ક અજમાવી શકો છો. જ્યારે વાળ શેમ્પૂ અને કન્ડિશનર પછી પણ શુષ્ક અને નિર્જીવ રહે છે, ત્યારે વાળને ફરીથી ચમકદાર બનાવવા માટે માસ્કની જરૂર પડે છે.
ઓઈલી વાળ માટે લીંબુ, મધ અને એલોવેરા જેલ મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરો અને તેને તમારા વાળમાં 15 થી 20 મિનિટ સુધી લગાવો અને પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો. પલાળેલી મુલતાની માટીમાં મધ અને દહીં મિક્સ કરીને વાળમાં 15 થી 20 મિનિટ સુધી લગાવો અને સામાન્ય પાણીથી ધોઈ લો.
પાકેલા કેળાને નારિયેળના તેલમાં સારી રીતે મિક્સ કરો, તેમાં થોડું નારિયેળનું દૂધ ઉમેરો અને તેને તમારા વાળમાં 20 થી 25 મિનિટ સુધી લગાવો અને પછી તેને સામાન્ય પાણીથી સાફ કરો. એલોવેરા જેલમાં મધ મિક્સ કરો અને આ હેર માસ્કને શુષ્ક વાળ પર લગાવો. તેનાથી વાળની શુષ્કતા ઓછી થશે અને વાળ ડેન્ડ્રફ ફ્રી પણ થશે. જો તમારા વાળ હોય તો વાળને મૂળથી છેડા સુધી પોષણ મળવું ખૂબ જ જરૂરી છે. તમારા વાળને મજબૂત કરવા માટે તમે કેળાનો હેર માસ્ક લગાવી શકો છો. તેના માટે કેળાની પેસ્ટ બનાવી વાળમાં લગાવો. તેનાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે.
દરેક યુવતી પોતાના વાળને ઝડપથી લાંબા રાખવા માંગે છે. વાળના કારણે સુંદરતા વધી જાય છે. જો વાળ સુંદર અને લાંબા હોય તો તમે કોઈપણ હેરસ્ટાઇલ કરી પણ શકો છો. ઘણી યુવતીઓના વાળ ખૂબ જ પાતળા હોય છે અને વાળનો ગ્રોથ પણ ઓછો હોય છે. આ પ્રકારના વાળને પણ ઝડપથી લાંબા કરવા અને ખરતા વાળને અટકાવવા તમે આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.
દહીંનું હેર માસ્ક વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળમાંથી ડેન્ડ્રફને પણ દૂર કરે છે. તમે વાળમાં દહીં લગાવો છો તો તેનાથી વાળ સિલ્કી પણ થાય છે. ડુંગળીનો રસ તમારા વાળને યોગ્ય રીતે પોષણ આપવામાં મદદ કરે છે. તમે તેને મહિનામાં એક કે બે વાર વાળમાં લગાવી શકો છો.