Monkeypox Risk for Kids: બાળકને મન્કીપોક્સથી બચાવવા માટે ખાસ આ બાબતનું રાખો ઘ્યાન, આ લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન
Symptoms of Monkeypox in Children: આજે અમે તમને મંકીપોક્સ સંબંધિત માહિતી આપી રહ્યા છીએ. જેથી તમે તમારા બાળકોનું રક્ષણ કરી શકો. આ વાયરસનું જોખમ બાળકોને વધુ છે.
Symptoms of Monkeypox in Children: આજે અમે તમને મંકીપોક્સ સંબંધિત માહિતી આપી રહ્યા છીએ. જેથી તમે તમારા બાળકોનું રક્ષણ કરી શકો. આ વાયરસનું જોખમ બાળકોને વધુ છે.
તમે કદાચ તમારા બાળકને કોરોના (કોવિડ-19) રોગચાળાથી બચાવ્યા હશે. હવે મંકીપોક્સનો ખતરો માથા પર મંડરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હજુ પણ ભારતમાં દરેક વ્યક્તિ મંકીપોક્સ વિશેની માહિતીથી વાકેફ નથી. અમે તમને જણાવી દઈએ કે જે રીતે આ નવી બીમારીઓ લોકોમાં ધીમે ધીમે ફેલાઈ રહી છે, જે ચિંતાનો વિષય છે, તમારે તેના વિશે સંપૂર્ણપણે જાગૃત હોવું જોઈએ. જેથી આપ આપના બાળકને પણ તેનાથી બચાવી શકો
આજે અમે તમને મંકીપોક્સ સંબંધિત માહિતી આપી રહ્યા છીએ. જેથી તમે તમારા બાળકોનું રક્ષણ કરી શકો. વાસ્તવમાં નાના બાળકોને આ વાયરસની કોઈ સમજ નથી હોતી. તેઓ આ રોગોથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે જાણતા નથી, તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે આ સંકેતો અને તમારા બાળકોમાં થતા ફેરફારોને જાણો, જે બાળકોમાં મંકીપોક્સના લક્ષણો હોઈ શકે છે.
બાળકોમાં મંકીપોસ્કનું કેટલું જોખમ?
મંકીપોક્સ વાયરસ એક પ્રકારનો આનુવંશિક રોગ છે. જે ઝડપથી ફેલાય છે. આનો સૌથી વધુ ભોગ બાળકો, વૃદ્ધો અને એવા લોકો બને છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. તે જ સમયે, ડબ્લ્યુએચઓ કહે છે કે સામાન્ય રીતે ગંભીર કેસ ફક્ત બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસનો ખતરો ઉંમર, સ્વાસ્થ્ય અને સ્થિતિ વગેરેથી સંબંધિત છે. એક રિપોર્ટ અનુસાર, બાળકો અને તે લોકોમાં મંકીપોક્સનો ખતરો વધુ હોય છે જેઓ ન્યુમોનિયા ઉપરાંત બેક્ટેરિયલ સુપર ઇન્ફેક્શન, સેપ્સિસ, કેરાટાઇટિસ, ફેરીન્જિયલ એબ્સેસને કારણે શ્વસન સંબંધી રોગોનો ભોગ બને છે.
આ લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન
મંકીપોક્સ દરમિયાન, તમે ફ્લૂ જેવા પ્રારંભિક લક્ષણો જોશો. બીજી તરફ, બાળકોમાં, તમે સામાન્ય તાવ, ગંભીર માથાનો દુખાવો, કમરનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સુસ્તી અને શરીરમાં ચકામા જેવા લક્ષણો જોવા મળે તો સાવધાન થઇ જવું અને વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લેવી.
વેજિટેરિયન લોકો માટે વિટામિન બી 12ની પૂર્તિ માટે આ ફૂડ છે ઉત્તમ સ્ત્રોત, આ ચીજોને ડાયટમાં જરૂર કરો સામેલ
Health Tips: વિટામીન B-12 ની ઉણપને કારણે ડિમેન્શિયા, એનિમિયા અને હાડકાના રોગો થવા લાગે છે. શાકાહારીઓએ તેમના આહારમાં વિટામિન B-12 થી ભરપૂર આ ખોરાકનો સમાવેશ કરવો જ જોઈએ.
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન B-12 ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં વિટામીન B-12 ની ઉણપ હોય ત્યારે નર્વસ સિસ્ટમને અસર થાય છે. વિટામિન B-12 લાલ રક્તકણોની રચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B-12 શરીરમાં ફોલિક એસિડના પરિવહનમાં પણ મદદ કરે છે. જો શરીરમાં વિટામિન B-12 ની ઉણપ હોય તો તેના કારણે અનેક સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી માનસિક સમસ્યાઓ, હાડકા અને સાંધાની સમસ્યાઓ અને એનિમિયાનું જોખમ વધે છે. આહારમાં વિટામિન B-12 થી ભરપૂર ખોરાકનું સેવન કરીને ઉણપને પુરી કરી શકો છો. જો કે શાકાહારીઓ માટે વિટામિન B-12 ના સ્ત્રોત બહુ ઓછા છે, પરંતુ આપ આ ખોરાકને આહારમાં સામેલ કરીને વિટામિન B-12 ની ઉણપને પૂરી કરી શકો છો.
સોયાબીન
સોયા ઉત્પાદનોમાં વિટામીન B-12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમે સોયા મિલ્ક, ટોફુ ખાઈ શકો છો.
દહીં
આપને ભોજનમાં દહીંનો સમાવેશ કરવો જ જોઈએ. દહીંમાં વિટામિન B2, B1 અને B12 મળી આવે છે. વિટામિન B-12ની ઉણપને પૂરી કરવા માટે તમે ઓછી ચરબીવાળા દહીંને આહારમાં સામેલ કરી શકો છો.
ઓટ્સ
ઓટ્સ ખાવાથી શરીરને ફાઈબર અને વિટામિન્સ મળે છે. ઓટ્સ વિટામિન B12 થી ભરપૂર હોય છે જે આપને સ્વસ્થ રાખે છે.
દૂધ
વિટામિન B12 માટે આહારમાં દૂધનો સમાવેશ કરવો જ જોઈએ. દૂધમાં વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે.
પનીર
પનીરમાં પણ વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે. કોટેજ ચીઝમાં વિટામિન બી પણ હોય છે. શાકાહારી લોકો માટે આ એક સારો વિકલ્પ છે.
બ્રોકોલી
આપના ભોજનમાં બ્રોકોલીનો પણ સમાવેશ કરવો. તેમાં વિટામિન B12 સાથે ફોલેટ એટલે કે ફોલિક એસિડ પણ હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.