Hair Conditioner: વાળ ધોયા પછી દરેક વખતે કન્ડિશનર લગાવવું જરૂરી છે? જાણો શું કહે છે નિષ્ણાતો?
Hair Conditioner Benefits: વાળને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે તેના મૂળમાં કન્ડિશનર લગાવવું જરૂરી છે. કંડિશનર આપણા વાળમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને તેમને નરમ અને મુલાયમ બનાવે છે.
Hair Conditioner Benefits: વાળને નરમ અને સિલ્કી રાખવા માટે મોટાભાગના લોકો વાળ ધોયા પછી કન્ડિશનરનો ઉપયોગ કરે છે. શુષ્ક અને ગંઠાયેલ વાળને કન્ડીશનીંગ કરવાથી ગૂંચ કાઢવાનું સરળ બની જાય છે. પ્રદૂષણ, ગંદકી, ધૂળ, સ્ટાઇલના સાધનો અને ગરમી આપણા વાળને નુકસાન પહોંચાડે છે અને તેને નિર્જીવ બનાવે છે. આ બધી સમસ્યાઓ વાળ ધોવાથી દૂર થઈ જાય છે. પરંતુ ઘણા લોકોના વાળમાં શુષ્કતા રહે છે. ઘણા લોકો તેનાથી છુટકારો મેળવવા માટે કન્ડિશનરનો ઉપયોગ કરે છે. જોકે કન્ડિશનર લગાવવું યોગ્ય છે? શું દરેક વખતે ધોયા પછી વાળ પર કન્ડિશનર કરવું જરૂરી છે? ચાલો જાણીએ.
ડેગા ઓર્ગેનિક્સના સ્થાપક, ત્વચા અને વાળના નિષ્ણાત આરતી રઘુરામે કહ્યું કે સમયની અછત અને આળસના કારણે આપણે વાળની કન્ડિશનિંગ પર ધ્યાન આપતા નથી. એટલું જ નહીં, તેઓ હેર માસ્ક અને સીરમ જેવા મહત્વના સ્ટેપ્સ પણ ચૂકી જાય છે. વાળના મૂળમાં કંડિશનર લગાવવું એ તેમને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે જરૂરી છે.
કેમ કરવું જોઈએ વાળમાં કન્ડિશનર?
1. માત્ર શેમ્પૂ કરવાથી વાળમાં શુષ્કતા આવી શકે છે. વધુ પડતું શેમ્પૂ કરવાથી વાળની નમી જાય છે અને વાળ ખરવાની સમસ્યા સર્જાય છે. આરતી રઘુરામ કહે છે કે દરરોજ અથવા વારંવાર શેમ્પૂ કરવાથી વાળમાંથી કુદરતી તેલ નીકળી જાય છે, જે તેને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. કન્ડિશનરનો ઉપયોગ વાળને કોઈપણ હાનિકારક અસરોથી બચાવી શકે છે. શ્રેષ્ઠ પરિણામો માટે તમે અઠવાડિયામાં બે વાર કંડિશનરનો ઉપયોગ કરી શકો છો.
2. એક્સપર્ટે કહ્યું કે જો તમે તમારા વાળ કલર કર્યા છે અથવા તમે ખૂબ સ્વિમિંગ કરો છો તો તમારે તમારા વાળને કન્ડિશન કરવાની જરૂર છે. કારણ કે મોટાભાગના સ્વિમિંગ પુલમાં ક્લોરિન ઉમેરવામાં આવે છે. જે વાળને નુકસાન પહોંચાડે છે.
3. કંડિશનર વાળ માટે રિપેર એજન્ટ તરીકે પણ કામ કરે છે. ટેન્ડર સ્કિન ઈન્ટરનેશનલના ફાઉન્ડર અને ડર્મેટોલોજિસ્ટ ડૉ. સોનિયા ટેકચંદાનીએ જણાવ્યું હતું કે કન્ડિશનર શુષ્ક અને નિર્જીવ વાળ માટે ખૂબ સારૂ સાબિત થાય છે. તે વાળને હાઇડ્રેશન અને પોષણ આપે છે. જો તમારા વાળ વાંકડિયા છે તો કન્ડિશનરનો ઉપયોગ કરવાથી તેને વધુ સારી રીતે રાખવામાં મદદ મળશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )