વિસનગરના ધારાસભ્ય પટેલની કાર પર મંગળવારે હુમલો કરાયો હતો. આ હુમલા પછી ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા સચિવાલયમાં આવેલા પટેલે કહ્યું હતું કે ઉત્તર ગુજરાતનું વિસનગર હવે સલામત રહ્યું નથી અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ તરફ ધકેલાઈ રહ્યું છે.
2/5
ઋષિકેશ પટેલે મંગળવારે થયેલા હુમલામાં છ વ્યક્તિનાં નામ અપાયાં છે અને વીસ-પચ્ચીસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે આ લોકોએ પોતાની કારમાં કાકડા ફેંકીને પોતાને જીવતા સળગાવીને મારી નાંખવા પ્રયાસ કર્યો હતો.
3/5
પટેલે કહ્યું હતું કે, સ્થાનિક દારૂ જુગારના અડ્ડાવાળાઓ પર ધોંસ બોલી છે એટલે હવે આ તત્વો લુખ્ખાગીરી અને ખંડણીખોરી તરફ વળ્યાં છે. આ તત્વો પહેલાં પણ આવા હુમલા કરી ચૂક્યાં છે અને અંધારામાં એસ.ટી. બસો તથા ખાનગી વાહનો પર ત્રાટકી લૂંટફાટ-ધાકધમકીનો માહોલ ઉભો કરે છે.
4/5
પટેલે એમ પણ પણ કહ્યું હતું કે, માથાભારે લોકો કોઈ મોટા માથાને ટારગેટ કરે તો ગામનાં નાનાં લોકોને ડરાવીને ‘વહીવટ’ કરીને નાણાં ઉઘરાવી શકે છે તેથી પોતાના પર હુમલો કરાયો છે. હુમલાખોરોને તેમણે અસામાજિક તત્વો ગણાવ્યા હતા.
5/5
ગાંધીનગરઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સારી છે તેવા ભાજપના દાવાનાં ચીંથરાં ઉડાડતું નિવેદન ભાજપના જ ધારાસભ્ય ઋષિકેશ પટેલે આપ્યું છે. ઋષિકેશ પટેલે આક્ષેપ કર્યો છે કે વિસનગર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનો અડ્ડો બની ગયું છે.