શોધખોળ કરો

Gujarat : ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો, વધુ એક કેસમાં થઈ 6 મહિનાની જેલ

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. વધુ એક કેસમાં તેમને 6 મહિનાની જેલની સજા થઈ છે.

અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. વધુ એક કેસમાં તેમને 6 મહિનાની જેલની સજા થઈ છે. જોકે, આ સજામાં અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી જામીન મળી શકે છે. તેથી જીગ્નેશ મેવાણીએ જેલમાં નહીં જવું પડે.

Gujarat : ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો, વધુ એક કેસમાં થઈ 6 મહિનાની જેલ

મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 19 આરોપીઓને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 21 દ્વારા વર્ષ 2016ના યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકર નું નામ આપવા કરવામાં આવેલ વિજય ચાર રસ્તા રોકવાના ગુનામાં 6 માસ ઉપરાંત દંડની સજા કરવામાં આવી.

કુલ 20 આરોપીઓ માંથી આરોપી નંબર 7 નું મૃત્યુ થયેલ છે.  મહેસાણા બાદ વધુ એક કેસમાં જીગ્નેશ મેવાણી અને સુબોધ પરમારને સજા કરવામાં આવી. અગાઉ મહેસાણા કેસમાં પરમિશન વગર રેલી કરવાના કેસમાં 3 માસ અને દંડની સજા કરવામાં આવેલી જેમાં સરકારે સજા વધારવા અપીલ કરેલ છે.

Vipul Chaudhary Arrest : વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો સંપૂર્ણ વિગત

Vipul Chaudhary Arrest : વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા છે. 23 તારીખ બપોરે 12 કલાક સુધી રિમાન્ડ ઉપર મોકલાયા. સરકારી વકીલ વિજય બારોટ ની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવી. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. નાણાકીય વ્યવહાર તપાસવા રિમાન્ડ જરૂરી હોવાની દલીલ કરવામાં આવી હતી.

અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના પડઘા ઉત્તર ગુજરાતમાં પડી રહ્યા છે.  દિયોદર અર્બુદા સેનાના દિયોદર બંધનું એલાન આપ્યું છે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના યુવાનો મામલતદાર કચેરી પહોંચ્યા છે. વિપુલ ચૌધરીની તાત્કાલિક છોડી મૂકવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતી કાલે દિયોદર બંધનું એલાન. 

બીજી તરફ વિપુલ ચૌધરીને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. ACB ફરીયાદમાં કોર્ટમાં હાજર કરાયા. કોર્ટના પાછળના દરવાજાથી અંદર લાવ્યા. મોટી સંખ્યામાં સમર્થકો કોર્ટ સંકુલ આસપાસ ઉમટી પડ્યા હતા.  વિપુલ ચૌધરીની ધરપકડથી મહેસાણા જીલ્લામા રોષની લાગણી ફરી વળી છે. અર્બુદા સેનાના નેજા હેટળ વિસનગરમા નિકળી પ્રચંડ રેલી. વિપુલ ચૌધરી સાથે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ સાથે રખાયુ આવેદનપત્ર. પૂર્વ મંત્રી એવા કિરીટ પટેલે પણ દ્રેષભાવપૂર્ણ કાર્યવાહી માટે કરાઈ માંગ. ચૂંટણી ટાણે જ વિપુલ ચૌઘરીને કેસોમા ફસાવાતો હોવાનો કિરિટ પટેલ પૂર્વ ધારાસભ્યનો આરોપ.

વિપુલ ચૌધરી ધરપકડ મામલે વડગામ અને દાતામાં અર્બુદા સેનાનું વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરીને નહીં છોડાય તો અર્બુદા સેનાનો કોઈપણ પક્ષ સાથે છેડો રહેશે નહીં. દાંતા અને વડગામમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના સમર્થકોએ કર્યો સરકારનો વિરોધ. સતત બીજા દિવસે પણ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાના આવેદનપત્ર અને સરકાર સામે વિરોધ. ધાનેરામાં અર્બુદા સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું

ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિતના અર્બુદા સેનાના યુવાનો રહ્યા હાજર. ભાજપ સરકાર સામે હાય હાય ના નારા લગાવી સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડી મૂકવાના ઉઠી માંગ. ડીસામાં ચૌધરી સમાજ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરી ને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભાજપ ને ઘરભેગી કરવાની ચીમકી. ડીસા નાયબ કલેક્ટર અને મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરી.

સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથકે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવેદન પત્ર અપાયા. વિપુલ ચૌધરીની થયેલ અટકાયત મામલે ન્યાયની માગ સાથે અપાયા આવેદન પત્ર. અર્બુદા સેના દ્વારા હિંમતનગર મામલતદારને અપાયું આવેદન પત્ર. તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ બહુમારી ભવન પહોંચી કર્યા સુત્રોચ્ચાર.  ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget