શોધખોળ કરો

Ahmedabad: ખુદને હિન્દુ પંડિત ગણાવીને યુવકે હિન્દુ સગીરાને ફંસાવી, લગ્ન કર્યા, વારંવાર દુષ્કર્મ આચર્યુ ને પછી.... જાણો કઇ રીતે ફૂટ્યો ભાંડો

રાજ્યમાં એક પછી એક લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યાં છે. આમાં વધુ એક ચોંકાવનારો દુષ્કર્મ અને લગ્નનો કિસ્સો અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે

Ahmedabad Crime News: અમદાવાદમાંથી એક ચોંકાવારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે ખુદ હિન્દુ પંડિત હોવાની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે, આ યુવકે અઢી મહિના પહેલા હિન્દુ સગીરા સાથે ખુદ હિન્દુ પંડિત હોવાનુ કહીને કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા, જોકે, બાદમાં હિન્દુ સગીરાએ આધાર કાર્ડ જોતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં એક પછી એક લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યાં છે. આમાં વધુ એક ચોંકાવનારો દુષ્કર્મ અને લગ્નનો કિસ્સો અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. માહિતી છે કે, એક યુવકે ખુદને હિન્દુ પંડિતની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. હિન્દુ સગીરાને આ કિસ્સામાં સૌથી પહેલા પોતાની બહેણપણીના ભાઇએ મિત્રતા કેળવી હતી, બાદમાં તેને ખુદને હિન્દુ પંડિત ગણાવ્યો અને હિન્દુ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની જાળમાં ફસાવી હતી. યુવકે હિન્દી સગીરા સાથે અનેકવાર શરીર સંબંધો બંધ્યા અને દુષ્કર્મ આચર્યુ હતુ. ખાસ વાત છે કે, યુવક અને હિન્દુ સગીરાએ ગયા સપ્ટેમ્બર 2023ના મહિનામાં કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. જોકે, આ સમગ્ર ઘટનાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે હિન્દુ સગીરાએ યુવકનું આધાર કાર્ડ જોયુ હતુ. હાલમાં આ સમગ્ર મામલે વાસવા પોલીસે યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

વિદ્યાના ધામમાં વાસનાનો વેપલો! અનાથ વિદ્યાર્થિનીને ગૃહપતિએ બળાત્કાર ગુજારી બનાવી ગર્ભવતી

ભાવનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  પાલીતાણાની વાળુકડ લોક વિદ્યાલય સંસ્થાનાં ગૃહપતિની કાળી કરતુત બહાર આવી છે. શિક્ષણ જગતને લાક્ષન લગાડનાર સંસ્થાના ગૃહપતિ દ્વારા એક અનાથ દીકરી સાથે દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દેવામાં આવ્યો છે. જે બાદ નરાધમ ગૃહપતિ અને વિનુ મિસ્ત્રી નામના શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સરસ્વતીના ધામમાં શિક્ષણ મેળવવા માટે આવતી વિદ્યાર્થિની સાથે આ ઢગો રાઘવજી ધામેલીયા પોતાની ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ ગુજારતો હતો. જેનો ભાંડો ફૂટતા વાળુકડ સંસ્થાને પણ કલંકિત કરી છે.

આ ભાવનગરના પાલીતાણા તાલુકામાં આવેલ વાળુકડ લોક વિદ્યાલય સંસ્થા કે જ્યાં 400 જેટલી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ આ સંસ્થામાં રહીને અભ્યાસ મેળવતા હોય છે. આ સાથે જ અન્ય આસપાસના 20 ગામના વિદ્યાર્થીઓ પણ આ સંસ્થામાં અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ આ સંસ્થાના ગૃહપતિ દ્વારા એક અનાથ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ સમગ્ર બનાવ આજથી એક મહિના પહેલાનો છે. જેમાં પાલીતાણા રૂલર પોલીસમાં વિનુ ચૌહાણ મિસ્ત્રી નામના વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો જેની ધરપકડ કર્યા બાદ ફરધર નિવેદનમાં ગૃહપતિનો ભાંડો ફૂટતા પોલીસે આ નરાધમ ગૃહપતિને પણ ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે.

જોકે હાલ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ આ પ્રકારે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે કે કેમ તે દિશા તરફ તપાસ હાથ ધરાઈ છે. જો કે abp asmita ની ટીમ વાળુકડ લોક વિદ્યાલય સંસ્થામાં પહોંચી હતી એ સમયે સંસ્થાના સંચાલકો દ્વારા આ અંગે કશું પણ જણાવવા માટે તૈયાર થયા નહીં પરંતુ આ સંસ્થાના ગૃહપતિની કાળી કરતુત બહાર આવતાની સાથે જ સંસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સુરત સચિનમાં માતાએ તેમના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્રણેયની હાલત ગંભીર હોવાથી તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ત્યાં તેમની હાલત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના શું છે જાણીએ...

આપઘાત કરના મહિલાના આ બીજા લગ્ન છે, બંને બાળકો તેમના પહેલા લગ્નથી થયેલા છે. જો કે બીજી વખતના લગ્ન બાદ પણ તે પતિથી અલગ રહેતી હતી. બાળકોને કેમ મારવાનો પ્રયોસ કર્યો અને ખુદ પણ ક્યા કારણોસર જીવન ટૂંકાવવા ઇચ્છતી હતી. તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસે તપાસ આ મામલે તપાસ હાથ ધરી છે. હાલ બે બાળકો અને માતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં ત્રણેયની સ્થિતિ હાલ સુધારા પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget