Ahmedabad : 1 વર્ષના પૌત્રને મારી નાંખવાની ધમકી આપી સસરો પુત્રવધૂ સાથે પરાણે માણતો શરીરસુખ ને.....
મહિલાનો પતિ કામ કરવા ઘરેથી નીકળે ત્યારે તેનો સસરો તેની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરતો હતો અને તેના એક વર્ષના દીકરાને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો.
![Ahmedabad : 1 વર્ષના પૌત્રને મારી નાંખવાની ધમકી આપી સસરો પુત્રવધૂ સાથે પરાણે માણતો શરીરસુખ ને..... Ahmedabad : father in law arrested after woman police complaint at Danilimbada police station Ahmedabad : 1 વર્ષના પૌત્રને મારી નાંખવાની ધમકી આપી સસરો પુત્રવધૂ સાથે પરાણે માણતો શરીરસુખ ને.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/16/561a70257bf7794d75cf47289b31a9aa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃશહેરમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. હવસખોર સસરાએ ખૂદ પોતાના જ દીકરાની પત્ની પર નજર બગાડી હતી અને દીકરાની ગેરહાજરીમાં પુત્રવધૂને ધમકાવીને પરાણે સંબંધો બાંધ્યા હતા. જોકે, બે મહિના સુધી હવસનો શિકાર બન્યા પછી કંટાળીને અંતે પરિણીતાએ પોલીસનું શરણ લીધું છે.
શહેરના દાણીલીમડામાં પુત્રવધૂ પર સસરાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોતાનાં જ પૌત્રને મારી નાખવાની ધમકી આપીને મહિલાની એકલતાનો લાભ લઈ અવારનવાર સસરાએ દુષ્કર્મ આચરતા અંતે મહિલાએ પોલીસની મદદ લીધી છે.
પુત્રવધૂની ફરિયાદને આધારે પોલીસે સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહિલાનો પતિ કામ કરવા ઘરેથી નીકળે ત્યારે તેનો સસરો તેની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરતો હતો અને તેના એક વર્ષના દીકરાને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો.
છેલ્લા બે માસથી સસરો પુત્રવધૂનું શોષણ કરતો હતો. પરિણીતાએ પતિને સસરાની કરતૂત જણાવી પણ પતિએ વિશ્વાસ નહિ કરતા અને કોઈ મદદ ન મળી. યુવતીના લગ્ન 3 વર્ષ પહેલાં દાણીલીમડામાં થયા હતા અને તેમને એક વર્ષનો દિકરો છે. જ્યારે તેનો પતિ અને સાસુ - સસરા મજુરી કરે છે. જ્યારે તેની 2 નણંદના લગ્ન થઈ ગયા છે અને પરણિતા ઘરે એકલી હોય છે.
માર્ચ મહિનામાં લોકડાઉન દરમ્યાન પરિણીતાને એકલી જોઈને સસરાની નિયત બગડી હતી અને તેને પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું. તેમજ આ અંગે કોઈને ન કહેવા માટે ધમકી આપી હતી. આ પછી તો આ સિલસિલો સતત થતો રહ્યો. અંતે સાસુ કે પતિએ વિશ્વાસ નહીં કરતા પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Ahmedabad : પ્રેમિકા સાથે શરીરસુખ માણ્યા પછી ઝેર પીવડાવીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
આ અંગેની મળતી વિગતો પ્રમાણે, શહેરના રખિયાલમાં રહેતી અને મૂળ દસક્રોઇ તાલુકાની સગીરાને તેના જ ગામના દિલીપ સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમી પરણીત અને બે સંતાનોનો પિતા હોવા છતા તેની સાથે શારીરિક સંબંધ માણતી હતી. દરમિયાન સગીરાના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હતા.
સગીરાના લગ્ન નક્કી થઈ જતાં બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કરી નાંખ્યું હતું. પ્લાન પ્રમાણે દિલીપ સાથે પ્રેમિકા બાઇક પર ઘરેથી ભાગી ગઈ હતી. આ પછી સગીર પ્રેમિકાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, પ્રેમીએ અગાઉથી જ જંતુનાશક દવા ખરીદી રાખી હતી.
છેલ્લે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રેમિકાએ લગ્ન માટે જીદ કરતાં પ્રેમીએ ઝેરી દવા પીવડાવી તેની હત્યા કરી નાંખી હતી અને લાશ ઓઢવ રિંગ રોડ પર ઝાડીમાં ફેંકી દીધી હતી અને પછી ઘરે જતો રહ્યો હતો. બીજી તરફ સગીરાના માતા-પિતાની ગુમ થયાની ફરિયાદને આધારે તપાસ કરતાં બાબો ઠાકોર સાથે તેના પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે પ્રેમીની ધરપકડ કરી લીધી હતી.
આરોપીની પૂછપરછમાં તે પરણીત હોવાનું અને બે બાળકોનો પિતા હોવાથી સગીર પ્રેમિકાને અપનાવી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું. પ્રેમિકાને અપનાવી શકે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)