(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: સી-પ્લેન માટે 3 કરોડના ખર્ચે બનાવેલી જેટી અને બોયા સાબરમતી નદીમાં તણાઈ ગયા
ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી મંગળવારે 76000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં પાણી છોડાતાં સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યા હતા.
Ahmedabad: ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી મંગળવારે 76000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં પાણી છોડાતાં સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યા હતા. ગુરુવારે સવાર સુધી પ્રોમિનાડમાં પાણી હોવાના કારણે સાબરમતી રિવરફ્રન્ટ બંધ રાખવામાં આવ્યો હતો. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા વાસણા બેરેજના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને બધુ પાણી નદીમાં છોડાયું હતું.
સી પ્લેનની જેટી અને બોયા પાણીમાં તણાયાઃ
આ તરફ 31 ઓક્ટોબર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સી પ્લેનની જેટી અને બોયા પાણીમાં તણાઈ ગયા હતા. સી પ્લેન શરૂ થયા બાદ ગુજસેલને સી પ્લેનના સંચાલન માટે જવાબદારી આપેલી હતી. અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની હવાઈ મુસાફરી માટે શરુ કરાયેલા આ સી પ્લેનના સંચાલન માટે 3 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ઉપર જેટી બનાવામાં આવી હતી.
જેટીને યોગ્ય રીતે બાંધવામાં ના આવીઃ
ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સાબરમતી નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન રિવરફ્રન્ટ પર રહેલ સી-પ્લેન માટેના આ બોયા અને જેટીને બરાબર રીતે બાંધવામાં ના આવતાં પાણીમાં તણાઈ ગયા હતા. આગામી સમયમાં એક તરફ રાજ્ય સરકાર ફરી સી પ્લેન શરૂ કરવા આયોજન કરી રહી છે ત્યાં ફરી એક વાર બોયા અને જેટી માટે કરોડોના નાણાં ખર્ચ કરવાની જરૂર ઉભી થઇ છે.
Cattle Issue : રખડતા ઢોર અંગે હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ, કોર્પોરેશનને શું કર્યું ફરમાન?
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે કોર્પોરેશનને આદેશ આપ્યો છે. ઢોર પકડવાનો વિભાગ સતત 3 દિવસ 24 કલાક ઢોર પકડવાનું કામ કરશે, તેઓ કોર્ટે કોર્પોરેશનને આદેશ કર્યો છે. આ અંગે કોર્પોરેશને બાંહેધરી આપી છે. મહત્તમ FIR નોંધવા કોર્ટે કોર્પોરેશનને કર્યો હુકમ.
રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન કેસમાં પક્ષકાર તરીકે જોડાઈ અને કોર્ટ કાર્યવાહીમાં મદદ કરશે... એસોસિયેશને કોર્ટની માંગી પરવાનગી. જેને કોર્ટે આપી છૂટ. કોર્ટે AMCની ઝાટકણી કાઢી. લમ્પી વાયરસનાં કારણે ઢોર નથી પકડ્યા, તો એ પહેલા શું રસ્તા પર રખડતા ઢોર નહોતા દેખાયા? ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ના મેમ્બર સેક્રેટરી ને જો કહીએ કે 6.30 સુધીમાં સર્વે કરો તો એ પણ સેંકડો રખડતા ઢોર નજીકમાં જ શોધી શકશે... શું કોર્પોરેશન ને કઈ દેખાતું નથી?
શહેર અને રાજ્યમાં રખડતા ઢોરના કારણે કેટલા અકસ્માત થયા? હાઇકોર્ટનો કોર્પોરેશનના સરકારને સવાલ. કોર્પોરેશને પોતાની જવાબદારી ના નિભાવી તો સરકારે કોર્પોશન સામે કેમ કાર્યવાહી નથી કરી? પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ને રખડતા ઢોર અડફેટે લીધા એના વિડિયો બાબતે પણ કોર્ટે ટિપ્પણી કરી.