Arvind Kejriwal Gujarat visit: અરવિંદ કેજરીવાલ આ તારીખે ફરી આવશે ગુજરાત, આપી શકે છે વધુ એક ગેરેન્ટી
Arvind Kejriwal Gujarat visit: મિશન 2022 માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. આગામી 16મી ઓગષ્ટે કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે.
Arvind Kejriwal Gujarat visit: મિશન 2022 માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. આગામી 16મી ઓગષ્ટે કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. મળતી માહિતી પ્રમાણે કેજરીવાલ અમરેલી અથવા વાકાનેર વિસ્તારનો પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસ દરમિયાન કેજરીવાલ જનસભાને સંબોધન કરી વધુ એક ગેરેંટી ગુજરાતની પ્રજાને આપી શકે છે. કેજરીવાલ 16 અને 17 એમ બે દિવસ ગુજરાતમાં રોકાઈ તેવી શક્યતા છે. આ પહેલા તેમણે અમદાવાદમાં બહેનો સાથે સંવાદ કર્યો હતો અને મહિલાઓને ગેરેન્ટી આપી હતી. ગુજરાતમાં 18 વર્ષથી મોટી યુવતીઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવાની ગેરેન્ટી કેજરીવાલે આપી હતી
અરવિંદ કેજરીવાલે ગત પ્રવાસ દરમિયાન મહિલાઓને ભેટ આપી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદમાં કેજરીવાલે પોતાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી હતી.
આજે પાંચમી ગેરેન્ટી મહિલાઓ માટે
અરવિંદ કેજરીવાલે પોતાની પાંચમી ગેરન્ટીની જાહેરાત કરતાં કહ્યું કે, "પાંચમી ગેરન્ટી ગુજરાતની (Gujarat) મહિલાઓ માટે છે. આ ગેરન્ટી મુજબ 18 વર્ષથી વધુની ઉંમરની જે મહિલાના ખાતામાં દર મહિને 1 હજાર રુપિયા આપવામાં આવશે. એક હજાર રુપિયા દરેક મહિલાના હાથમાં આપવામાં આવશે અને આ પૈસાથી અર્થવ્યવસ્થામાં પણ સુધાર આવશે."
કેજરીવાલે અત્યાર સુધી કુલ 5 ગેરન્ટી આપીઃ
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાતની જનતા માટે કુલ 4 ગેરન્ટીઓની જાહેરાત કરી હતી. જેમાં યુવાનોને રોજગારી, બેરોજગારી ભથ્થું, મફત વીજળી સહિતની યોજનાઓની ગેરન્ટીનો સમાવેશ થાય છે. ત્યારે હવે કેજરીવાલે ગુજરાતની મહિલાઓને દર મહિને 1 હજાર રુપિયા આપવાની યોજનાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી છે. કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, "આ 1 હજાર રુપિયા મહિલાને મળશે તો તેને બીજા કોઈની પાસે હાથ ફેલાવવાની જરુર નહીં પડે."