CNG Price Hike: અદાણી CNGના ભાવમાં વધારો, રિક્ષાચાલકોએ વ્યક્ત કર્યો વિરોધ, આંદોલનની આપી ચીમકી
મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક ફટકો પડ્યો છે. અદાણીએ CNGના ભાવમાં બે દિવસમાં બે વખત વધારો કર્યો છે
અમદાવાદઃ મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક ફટકો પડ્યો છે. અદાણીએ CNGના ભાવમાં બે દિવસમાં બે વખત વધારો કર્યો છે. છેલ્લા બે દિવસમાં CNG ગેસના ભાવમાં 3 રૂપિયા 48 પૈસાનો વધારો થયો છે. નવો ભાવ આજથી જ લાગુ કરાયો છે. ત્યારે CNG ગેસના ભાવમાં સતત થતા ભાવ વધારાના કારણે રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.
ભાવ વધારાના વિરોધમાં શહેરના રિક્ષા ચાલક એસોસિએશનોએ વિરોધ વ્યકત કર્યો હતો. મેમનગર ફાયર સ્ટેશન ખાતે રિક્ષાચાલકો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિક્ષાચાલકોનું કહેવું છે કે સરકાર પેટ્રોલ- ડિઝલ પર ટેક્સ ઘટાડતા ભાવ અંકુશમાં આવી ગયા છે પરંતુ અદાણી કંપની તરફથી કોઈ ઘટાડો કરવામાં આવતો નથી. પેટ્રોલ અને CNGના ભાવમાં ખાસ કોઈ ફેર નથી. CNG ગેસ સસ્તો હોવાથી વૈક્લ્પિક રૂપે રિક્ષા CNGમાં તબદીલ કરી હતી પણ હવે ફરી રિક્ષા પેટ્રોલથી દોડાવવી પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.
રિક્ષાચાલકોએ કહ્યું હતું કે CNGના સતત વધતા ભાવ વચ્ચે રિક્ષાચાલકોને ભાડામાં વારંવાર વધારો કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. જો CNGના ભાવને નિયંત્રણમાં લેવા સરકાર તરફથી અસરકારક પગલા લેવામાં નહી આવે તો રિક્ષા ચાલકોએ આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે અદાણીએ છેલ્લા ચાર દિવસમાં બીજી વખત CNG ગેસના ભાવમાં વધારો કર્યો હતો. 2 ઓગષ્ટના 1 રૂપિયા 99 પૈસાનો વધારો કર્યા બાદ આજે ફરી એકવાર CNGના ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. આજે અદાણી CNGએ 1 રૂપિયા 49નો ભાવ વધારો કર્યો હતો. હવે CNG વાહનચાલકોને પ્રતિ કિલો 87 રૂપિયા 38 પૈસા ચૂકવવા પડશે.
Commonwealth Games 2022: ભારતીય મહિલા હોકી ટીમે કેનેડાને 3-2થી આપી હાર, સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ
Gujarat Rain: ગુજરાતમાં ફરી ભારે વરસાદની કરાઇ આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ
Commonwealth Games 2022: ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડાને કચડ્યું , 8-0થી મેળવી જીત