શોધખોળ કરો

New ST BUS: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતને 301 નવી એસટી બસોની ભેટ, મંત્રીએ કર્યુ લોકાર્પણ

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતીઓને વધુ એક મોટી ગિફ્ટ સરકાર દ્વારા મળી છે

New ST BUS: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતને નવી 301 એસટી બસોની ગિફ્ટ મળી છે, આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદના જીએમસીડી ગ્રાઉન્ડ ખાતે એક મેગા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડ્રાઇવરો અને કન્ડકટરોના હસ્તે ગુજરાત એસટી વિભાગને નવી 301 એસટી બસો આપવામાં આવી હતી, આ પ્રસંગે મંત્રી ઉપરાંત ધારાસભ્યો અને અમદાવાદ મેયર ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યમાં એસટી ડિપાર્ટમેન્ટની છેલ્લા કેટલાક વર્ષોથી કાયપલટ કરવામાં આવી રહી છે. 

New ST BUS: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતને 301 નવી એસટી બસોની ભેટ, મંત્રીએ કર્યુ લોકાર્પણ

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતીઓને વધુ એક મોટી ગિફ્ટ સરકાર દ્વારા મળી છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતને 301 નવી ST બસો મળી છે. આજે STની નવી બસોનું વાહન વ્યવહાર મંત્રીએ લોકાર્પણ કર્યુ હતુ. STના સ્ટાફ અને ડ્રાઈવર-કંડક્ટર પાસે આ નવી બસોનું લોકાર્પણ કરાવાયુ હતું. આ લોકાર્પણ કાર્યક્રમ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડનો યોજાયો હતો. છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં STની કાયાપલટ કરાઇ છે. આ પ્રસંગે અમદાવાદના મેયર અને ધારાસભ્યો હાજર રહ્યાં હતા. નવી બસોના કારણે યાત્રીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આવી નવી બસો નડાબેટથી પણ શરૂ કરાઈ છે, બેટ દ્વારકાથી પણ શરૂ કરાઈ છે. છેલ્લા બે વર્ષમાં કેટલાક નવો રૂટો પણ શરૂ કરાયા છે. STના રૂટ વધારવાનો છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરાઇ રહ્યો છે. 

PSIની ભરતીના નિયમો બદલાયા, હવે વજન ધ્યાનમાં નહીં લેવાય,3ના બદલે બે જ પરીક્ષા લેવાશે

પોલીસમાં ભરતી થવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં પીએસઆઈની ભરતીને લઈ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતના સિલેબસ અને પેપર સ્ટાઈલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પરીક્ષા માટે નવો સિલેબસ અને પેપર સ્ટાઈલમાં સુધારો કરવામાં આવ્યો છે. આગામી સમયમાં લેવાનાર પીએસઆઈ ભરતીમાં નવા નિયમો મુજબ પરીક્ષા લેવામાં આવશે.

પીએસઆઈની ભરતીના નિયમો જાહેર

  • હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુ્ખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે.
     
  • દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે.
     
  • વજન ધ્યાન પર નહીં લેવાય.
     
  • 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે. એક પેપર 200 માર્ક્સનું અને એમસીક્યુ આધારિત રહેશે જ્યારે બીજુ પેપર 100 માર્કસનું રહેશે.
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.

સબ-ઈન્સ્પેકટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર 

  • સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (૧) શારીરિક કસોટી, (૨) પ્રિલીમ પરીક્ષા તથા (૩) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (૧) શારીરિક કસોટી અને (૨) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે.
  • પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ. 
  • પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની Main Examination માં ભાગ લઈ શકશે.  
  • પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની પ્રિલીમ પરીક્ષા(MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-૧(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-૪ (લીગલ મેટર્સ) દરેકના ૧૦૦ ગુણ એમ કુલ-૪૦૦ ગુણની MCQ Test હતી. 
  • હવે કુલ-૩૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-૧(GENERAL STUDIES(MCQ)) 0૩ કલાકનું અને ૨૦૦ ગુણનું રહેશે તથા પેપર-૨(GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને ૧૦૦ ગુણનું રહેશે.
  • પેપર-૧ Part-A(૧૦૦ ગુણ) અને Part-B(૧૦૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. 
  • પેપર-૨ પણ Part-A(૭૦ ગુણ) અને Part-B(૩૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને આ પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.
  • પેપર-૧ના દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામાં આવશે.
  • જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહીબીશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ  જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવેલ છે.
  • પહેલા સબ-ઈન્સપેકટરની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે  વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે. 
     
    NFSU અથવા RRUમાં કરેલ કોર્ષનો સમયગાળો આપવાના થતા વધારાના ગુણ
    ૦૧ વર્ષ ૦૫
    ૦૨ વર્ષ  ૦૯
    ૦૩ વર્ષ  ૧૨
    ૦૪ વર્ષ કે તેથી વધુ ૧૫

આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે
અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે
આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન
'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન
Embed widget