શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1 હજારને પાર, કયા જિલ્લામાં છે 100થી વધારે કેસ?

રાજ્યના કુલ એક્ટિવ કેસો હજારને પાર થઈ ગયા છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 396, સુરતમાં 154, રાજકોટમાં 147 અને વડોદરામાં 125 એક્ટિવ કેસ છે.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને દૈનિક કેસો 100ને પાર થઈ ગયા છે. ત્યારે ગુજરાતના 4 જિલ્લા એવા છે, જ્યાં 100થી વધુ એક્ટિવ કેસો છે. તેમજ આ સાથે રાજ્યના કુલ એક્ટિવ કેસો હજારને પાર થઈ ગયા છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 396, સુરતમાં 154, રાજકોટમાં 147 અને વડોદરામાં 125 એક્ટિવ કેસ છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. તેમજ 6 જિલ્લામાં તો એક પણ કેસ નથી. ગુજરાતમાં અત્યારે 1,086 એક્ટિવ કેસ છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા  કેસ 200ને પાર થયા છે. રાજ્યમાં આજે 204 કેસ નોંધાયા છે.   બીજી તરફ 65  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,363  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.65 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 4,02,136  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 33,  સુરત  કોર્પોરેશનમાં 22, વડોદરા  કોર્પોરેશનમાં 16,  ગાંધીનગર કોર્પોરેશનમાં 4, ખેડામાં 4, મહિસાગરમાં 3, રાજકોટ 3, અમદાવાદ 2, આણંદ 2, ભરુચ 2, કચ્છમાં 2,  બનાસકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, દાહોદ 1, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1,  મહેસાણામાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, સુરતમાં 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1086  કેસ છે. જે પૈકી 14 વેન્ટીલેટર પર છે, જ્યારે 1072 નાગરિકો સ્ટેબલ છે. 8,18,363 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10114 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 2558 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 13944 લોકોને પ્રથમ અને 87118 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 44380 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 254129 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4,02,136 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,85,98,366 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
Embed widget