શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આજે અને આવતીકાલે કઈ કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગત
બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદઃ આગામી બે દિવસમાં રાજ્યમાં હજુ પણ ધોધમાર વરસાદ પડી શકે છે. બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'કચ્છ અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના દક્ષિણપશ્ચિમથી મધ્યમાં હળવું દબાણ સર્જાયું છે. જેના પગલે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાતના દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, ખેડા, આણંદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, બોટાદ અને ૬ સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ચોમાસાની સિઝનને હજુ પણ એક મહિનો બાકી છે ત્યારે ગુજરાતમાં 100 ટકા વરસાદ પડી ગયો છે. ગુજરાતના કોઈપણ જિલ્લામાં હવે વરસાદની ઘટ રહી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
દુનિયા
Advertisement