શોધખોળ કરો
Advertisement
આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં કેટલા ઈંચ વરસાદ પડશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે.
અમદાવાદ: ગુજરાતમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. ત્યારે આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદના આગાહી કરી છે. જેને લઈને NDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આગાહી વચ્ચે રવિવાર ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી.
બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ રવિવાર મોડી રાત બાદ ઉત્તર ગુજરાત પર સક્રિય થતાં સોમવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.
વધુમાં આ સિસ્ટમને પગલે આગામી 3થી 4 દિવસ સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય જ છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement