Ahmedabad News: અમદાવાદમાં 64 સ્થળોએ રોડ બેસી ગયા, 15 હજારથી વધુ જગ્યાએ થિંગડા મારવામાં આવ્યા
Ahmedabad News: રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ એ સ્વીકાર કર્યો છે કે શહેરમાં ચાલુ વર્ષે 15600 સ્થળોએ હોટમિક્સ પ્લાન્ટ દ્વારા રોડના સમારકામ કરવામાં આવ્યા છે.
Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેલ્લા બે સપ્તાહથી વરસાદનો વિરામ છે.પણ નાગરિકોને ખરાબ રોડ રસ્તાથી હાલાકી યથાવત છે. શહેરમાં ચાલુ વર્ષે ચોમાસામાં 64 જેટલા સ્થળોએ બ્રેકડાઉન એટલે કે રોડ બેસી જવાની સ્થિતિ સર્જાઈ છે. AMC નો દાવો છે કે આ સ્થળોએ ભુવાના સમારકામ પૂર્ણ કરી દેવાયા છે.પણ સ્થિતિ એ છે કે સમારકામ બાદ રોડ મોટરેબલ બનાવવામાં આવ્યા નથી.જેના કારણે હાલ પણ અનેક સ્થળોએ બેરીકેટિંગ કરી રાખવાની સ્થિતિ છે.બે મહિના અગાઉ પડેલા ભુવાઓના સમારકામ તો કરાયા પણ તેની ઉપર ભારે વાહન પસાર થતા રોડ બેસી જવાની સ્થિતિ યથાવત છે.
15,600 સ્થળોએ થિંગડા મારવામાં આવ્યા
આજ રીતે શહેરમાં સાત ઝોનમાં 15,600 સ્થળોએ થિંગડા મારવાની સ્થિતિ ઉભી થઇ છે ખુદ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ એ સ્વીકાર કર્યો છે કે શહેરમાં ચાલુ વર્ષે 15600 સ્થળોએ હોટમિક્સ પ્લાન્ટ દ્વારા રોડના સમારકામ કરવામાં આવ્યા છે.
કયા ઝોનમાં કેટલા રોડ તૂટ્યા
પશ્ચિમ ઝોનમાં 2948, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1730, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1104, પૂર્વ ઝોનમાં 2205, મધ્ય ઝોનમાં 1885, ઉત્તર ઝોનમાં 3979 અને દક્ષિણ ઝોનમાં 1689 રોડ તૂટ્યા છે.
રાજ્યભરમાં ચોમાસા દરમિયાન અનેક રોડ રસ્તા ની હાલત કફોડી બની ચૂકી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ થી દહેગામને જોડતો સ્ટેટ હાઇવે બિલકુલ ખખડધજ બનતા વાહનચાલકો સહિત સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તલોદ દહેગામ સ્ટેટ હાઇવે પર રોજબરોજ મુસાફરી કરતા વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવતું નથી સ્ટેટ હાઇવે પર ચોમાસાના વરસાદનું પાણી ભરાયા બાદ હાઇવે પરના ખાડા દેખાતા નથી જેના કારણે અનેક અકસ્માતો પણ બન્યા છે અને અનેક વાહનચાલકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે. તલોદ શહેર એ તાલુકા મથક છે જેને લઈ આસપાસ ગ્રામ્ય પંથકના લોકો એમના કામ અર્થે તલોદ આવવા માટે આ સ્ટેટ હાઇવે પરથી પસાર થવું પડે છે પરંતુ આ સ્ટેટ હાઇવે ખખડધજ હોવાના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તલોદ શહેરના ટીઆર ચોકથી ઉજેડીયા ચાર રસ્તા અને ત્યાંથી રખિયાલ સુધી આખે આખો રોડ ખખડધજ હોવાને કારણે વાહનચાલકો પરેશાન બની ચુક્યા છે. જોકે દ્વિ ચક્રીય વાહન ચાલકોની આગળ મોટા વાહનો પસાર થતા હોય ત્યારે ધૂળની ડમળીઓ ઊડતી હોય છે ત્યારે આગળ જોવું પણ મુશ્કેલ ભર્યું હોય છે તેથી અનેક વાર અકસ્માત પણ સર્જાતા હોય છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા સુવ્યવસ્થિત હોવાના દાવાઓ પોકારે છે તો બીજી તરફ ગ્રામ્ય કક્ષાના કાચા રોડ રસ્તા જેવા સ્ટેટ હાઇવે જોવા મળી રહ્યા છે ત્યારે અનેક સમસ્યાથી ઘેરાયેલ સ્થાનિકો આવા રોડ રસ્તાને લઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.