શોધખોળ કરો

Ahmedabad East Lok Sabha Seat: અમદાવાદ પૂર્વમાં 18 ઉમેદવારો મેદાનમાં, જાણો કેટલા બેલેટ યુનિટની પડશે જરૂર

18 ઉમેદવાર થતા હવે તમામ મતદાન મથકો પર બે બેલેટ યુનિટ ઉપયોગ કરવાની ફરજ પડશે. કારણકે ઉમેદવારોની સંખ્યા વધારે છે, EVM મશીનના બેલેટ યુનિટ ડિસ્પ્લે પર 16 જેટલા ઉમેદવારોની મર્યાદા હોય છે.

Ahmedabad East Lok Sabha Seat: લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક પરત લેવાના અંતિમ દિવસે અમદાવા ની પૂર્વ લોકસભા બેઠક પર કુલ 18 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કુલ 44 જેટલા ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યા હતા. જે પૈકી ઉમેદવારી પત્રકોની ચકાસણી કરતા 23 જેટલા ઉમેદવારી પત્રકો માન્ય રાખવામાં આવ્યા હતા. 20 એપ્રિલે ઉમેદવારી પત્રકોની ચકાસણી બાદ ઉમેદવારી પરત લેવાનો આજે અંતિમ દિવસ હતો. જેમાં કુલ પાંચ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત લીધી. જેથી હવે કુલ 18 જેટલા ઉમેદવારો વચ્ચે અમદાવાદ પૂર્વ લોકસભા ચૂંટણીનો જંગ જમવાનો છે.

ભાજપના હસમુખ પટેલ અને કોંગ્રેસના હિંમતસિંહ પટેલ વચ્ચે સીધો જંગ

18 ઉમેદવાર થતા હવે તમામ મતદાન મથકો પર બે બેલેટ યુનિટ ઉપયોગ કરવાની ફરજ પડશે. કારણકે ઉમેદવારોની સંખ્યા વધારે છે, EVM મશીનના બેલેટ યુનિટ ડિસ્પ્લે પર 16 જેટલા ઉમેદવારોની મર્યાદા હોય છે, સાથે એક વિકલ્પ નોટાનો હોય છે. જેથી પૂર્વ લોકસભા બેઠક પર હવે 18 ઉમેદવાર થતાં બે બેલેટ યુનિટ ઉપયોગ કરવાની ફરજ પડશે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપ તરફથી હસમુખ પટેલ અને કોંગ્રેસ તરફથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જેથી આ બંને નેતાઓ વચ્ચે સીધી ટક્કર રહેવાની છે.

આ 5 ઉમેદવારોએ અંતિમ દિવસે પરત ખેંચી ઉમેદવારી

ઉમેદવારી પત્રક પરત લેવાના દિવસે રામબરનસિંહ રાજપુત, મંથન જોશી, ગુલવાણી રામકુમાર બલરામ, પટેલ ધ્રુવીન નરસિંહભાઈ,  અને અશોકભાઈ નટુભાઈ રાઠોડે ઉમેદવારી પરત ખેંચી હતી. ઉમેદવારી પત્રક પરત લેતા સમયે પોતાની દાવેદારી પરત લેતા ઉમેદવારોએ લેખિતમાં ચૂંટણી અધિકારી સમક્ષ ડિકલેરેશન પણ આપ્યું. જેમાં કોઈ ધાક ધમકી અને સ્વ ઈચ્છાએ ઉમેદવારી પરત ખેંચવાની લેખિતમાં જાણકારી આપી. વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં પણ કુલ 26 જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.

ગુજરાતમાં ક્યારે મતદાન

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.

સુરતમાં મતદાન પહેલા જ ખીલ્યું કમળ

સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. તેમની સામે કોઈ ઉમેદવાર બાકી ન હોવાથી આવું થયું. એક તરફ કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ્દ થયું તો બીજી તરફ બસપાના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુકેશ દલાલને પણ વિજયનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget