(Source: ECI/ABP News/ABP Majha)
હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે ઉમિયાધામ સિદસરના ચેરમેને આપ્યું મોટુ નિવેદન
હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાને લઈને ઉમિયાધામ સિદસરના ચેરમેન જેરામભાઈએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી છે. જેરામભાઈએ કહ્યું કે, પાટીદારોને ભાજપમાં સ્થાન મળ્યું તેવું સ્થાન કોંગ્રેસમાં 75 વર્ષમાં નથી મળ્યું.
અમદાવાદ: હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાને લઈને કડવા પાટીદાર અગ્રણી અને ઉમિયાધામ સિદસરના ચેરમેન જેરામભાઈ વાંસજાળીયાએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી છે. જેરામભાઈ વાંસજાળીયા કહ્યું કે, પાટીદારોને ભાજપમાં સ્થાન મળ્યું તેવું સ્થાન કોંગ્રેસમાં 75 વર્ષમાં નથી મળ્યું. 2022ની ચૂંટણી પહેલા કડવા પાટીદારોના સામાજિક અગ્રણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપમાં જે સ્થાન પાટીદારને મળે છે તે કોંગ્રેસમાં મળતું નથી.
હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ સારી બાબત છે. જો કે કોંગ્રેસે પાટીદારોને ક્યારેય સી.એમ પદ આપ્યું નથી. હાર્દિક પટેલના કોંગ્રેસમાં પાટીદારોને અન્યાયના નિવેદન બાદ કડવા પટીદાર અગ્રણી જેરામભાઈએ મોટું નિવેદન આપ્યું છે. કડવા પાટીદાર નેતા જેરામભાઈએ નરેશ પટેલ મામલે પણ મોટું નિવેદન આપ્યું હતું. નરેશ પટેલ એક મોટા અને પીઢ નેતા છે, પોતાની રીતે નિર્ણય કરી શકે છે. નરેશભાઈ જેવા સામાજિક અગ્રણીએ રાજકારણમાં જોડાવું જ જોઈએ.
તો બીજી તરફ ભરત ડાંગરે પણ હાર્દિક પટેલ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાર્દિક સીઆર પાટીલ અને નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાશે. સરકારની કામગીરીથી પ્રભાવિત થઈ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. 2 જૂને બપોરે 12 વાગ્યે તેમના સમર્થકો સાથે કેસરિયા ધારણ કરશે. આ અગાઉ આદિવાસી અને ઓબીસી નેતાઓ પણ જોડાયા હતા.
હાર્દિકના ભાજપમાં જોડાવા અંગેના નિર્ણયને જૂના સાથીઓ ગણાવ્યું આત્મઘાતી પગલું
Hardik Patel Join BJP: આખરે હાર્દિક પટેલ ભાજપનો કેસરિયો ધારણ કરશે. 2 જૂનના રોજ હાર્દિક સીઆર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે કમલમમાં પોતાના પ્રશંસકો સાથે કેસરિયો ધારણ કરશે. હવે હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે તેમના જૂના સાથીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. પાસ અને કોંગ્રેસના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે એસપીજી ગૃપના વડા લાલજી પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાટીદાર સમાજના વડા આવા હોય જ ન શકે. પહેલા હાર્દિકે રાજકારણમાં જોડાવાની ના પાડી હતી અને પછી કોંગ્રેસમાં જોડાયા અને હવે જે પાર્ટી સામે આંદોલન કર્યું હતું તે ભાજપમાં જોડા છે. હજી પાટીદાર સમાજના પ્રશ્નો જેમના તેમ જ છે.
તો બીજી તરફ એક સમયે હાર્દિક પટેલના પાટીદાર આંદોનમાં સહભાગી રહેલા રેશ્મા પટેલે કહ્યું કે, હાર્દિક પટેલનું આ પગલું આત્મઘાતી રહે છે. જો તેને એવું લાગતું હોય કે તેઓ બીજેપીમાં જઈને કઈંક મોટું કરી શકશે તો તેનાથી એવું કઈ નહીં થાય. કોંગ્રેસમાં જે તેનું વજુદ અને વજન હતું કે સંપૂર્ણ પણે નષ્ટ થઈ જવાનું છે. હાર્દિક પટેલ બોલીને ફરી જવાનો આરોપ પણ રેશ્મા પટેલે લગાવ્યો હતો.
આ ઉપરાંત પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, સૌથી પહેલા એક પાટીદાર આગેવાને તરીકે હાર્દિકને શુભકામના પાઠવું છુ અને બીજુ કે તેઓ ભાજપમાં જતા પહેલા પાટીદાર આંદોલન સમયે થયેલા યુવાનો પરના કેસ પાછા ખેંચવા અને જે યુવાનો શહીદ થયા છે તેમના પરિવારને સરકારી નોકરી આપવામાં અંગે ભાજપનું શું સ્ટેન્ડ છે તે સમાજને હાર્દિક પટેલે જણાવે તે યોગ્ય રહેશે. અલ્પેશે કહ્યું કે, ભાજપ પાર્ટીમાં જોડવા સામ,દામ દંડ અને ભેદનો ઉપયોગ કરે છે તો હાર્દિક પણ આનો ભાગ હોય શકે છે.
મનોજ પનારાએ કહ્યું કે, વિનાસ કાળે વિપ્રિત બુદ્ધી આ વાત કોઈએ સાબિત કરી હોય તો તે ગુજરાતમાં હાર્દિકે કરી છે. આ તેનું સંપૂર્ણ આત્મઘાતિ પગલું છે. તો બીજી તરફ પાસ નેતા દિનેશ બાંભણીયા પણ હાર્દિકના આ પગલાને આત્મઘાતી ગણાવ્યું છે. આ ઉપરાંત તેમણે શુભેચ્છા પણ પાઠવી હતી.