શોધખોળ કરો
Advertisement
મોદી-ટ્રમ્પના રોડ શૉમાં કેટલા લોકો રહેશે હાજર ? અમદાવાદના કમિશ્નરે શું કહ્યું ? જાણો વિગત
અમદાવાદ આવ્યા બાદ મોદી અને ટ્રમ્પ રોડ શૉ કરી મોટેરા સ્ટેડિયમમાં પહોંચશે.
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. તેઓ પ્રધાનમંત્રી મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી પ્રવાસની શરૂઆત કરશે. ટ્રમ્પ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા સહિત ત્યાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કરશે.
અમદાવાદ આવ્યા બાદ મોદી અને ટ્રમ્પ રોડ શૉ કરી મોટેરા સ્ટેડિયમમાં પહોંચશે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે, મોદી અને ટ્રમ્પના 22 કિમી લાંબા રોડ શૉ દરમિયાન આશરે એક લાખ લોકો ઉભા રહીને તેમનું સ્વાગત કરશે.
સ્ટેડિયમમાં અલગ-અલગ પાસ આ માટે મોટેરા સ્ટેડિયમમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. મોટેરા ખાતે નમસ્તે ટ્રપ કાર્યક્રમ માટે બે અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જે મુજબ 23 તારીખ સુધી તમામ તૈયારી માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોને અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જ્યારે 24 તારીખ માટે અલગ પાસ આપવામાં આવ્યા છે. સ્ટેડિયમની અંદર નેટરવર્કિંગ માટે 100 થી વધારે લોકોની ટીમ તહેનાત રહેશે. દરેક પાસ પર ખાસ બારકોડ રાખવામાં આવ્યો છે. જેના આધારે જે વ્યક્તિનો પાસ હશે તેની તમામ માહિતી મળી રહેશે. મોટેરામાં ઉભી કરાઈ ટેમ્પરરી હોસ્પિટલ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ મોટેરા સ્ટેડિયમમાં જ પચ્ચીસ બેડની ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. 53 એમ્બ્યુલન્સ સાથે 24 મેડિકલ ટીમો રોડ શોના રૂટ પર ખડેપગે રહેશે. 35 ડિગ્રી ગરમીમાં આમંત્રિતોને મુશ્કેલી વેઠવી પડશે, ઉપરાંત આઠ જિલ્લાનો મેડિકલ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં ખુલી શકે છે યુએસ એમ્બેસી ટ્રમ્પની મુલાકાત બાદ રાજ્યને મોટી ભેટ મળી શકે છે. ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટર ખોલવાની જાહેરાત થઈ શકે છે. અમેરિકન એમ્બેસી શરૂ કરવા માટે વડાપ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય અને એક્સટર્નલ અફેર્સ મંત્રાલય દ્વારા મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ભારતમાં US વિઝા માટે અરજી કરતા લોકોમાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે. હાલ ગુજરાતમાં અમેરિકન એમ્બેસી ન હોવાથી વીઝા લેવા માટે મુંબઇ, દિલ્હી કે ચેન્નાઇ જવું પડે છે. જો ગુજરાતમાં યુએસ એમ્બેસી ખુલશે તો ઘણા લોકોને લાભ થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ખેલાડીને કર્યો સસ્પેન્ડ, PSLમાં નહીં લઈ શકે ભાગ, જાણો વિગત પાકિસ્તાની મહિલા ક્રિકેટરે હાથમાં બેટ લઈને કર્યુ આમ, લોકોએ ગણાવી ચીયરલીડર અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર મોદીના માનીતા અધિકારી નજર રાખશે, જાણો કોણ છે આ અધિકારી ? અમેરિકન ફસ્ટ લેડી મેલનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ POTUS તરીકે કેમ કરે છે ?Nearly 1 lakh people expected to line up along 22-km route of roadshow by PM Modi and US Prez Donald Trump: Ahmedabad Municipal Commissioner Vijay Nehra.
— Press Trust of India (@PTI_News) February 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement